આ જિલ્લાના ક્લેક્ટર અને DDOને રસી લીધાના 15 દિવસમાં લાગ્યો કોરોનાનો ચેપ

PC: abplive.com

રાજ્યમાં કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. પણ ખેડા જિલ્લામાં કોરોના વાયરસની મારક રસી લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો હોવાના વાવડ સામે આવ્યા છે. ખેડા ક્લેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કોરોનાના શિકાર થયા હોવાના રીપોર્ટ મળ્યા છે.

બંને અધિકારીઓને રસી લીધાના 15 દિવસમાં કોરોનાનો ચેપ લાગ્યો છે. ખેડા જિલ્લા ક્લેક્ટર આઈ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવીને કોરોના થયો છે. રેપીડ/RTPS બંન્ને રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ બંને અધિકારીઓ હોમ ક્વોરેન્ટાઈન થયા છે. જોકે, આ ઘટનાને લઈને ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર પણ એકાએક સક્રિય થઈ ગયું છે. જોકે, માત્ર ખેડા જ નહીં ડીસા અને પ્રાંતિજમાં પણ શાળાઓ શરૂ થતા પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.

એક તરફ સરકાર એવું કહે છે કે, રસી એકદમ સુરક્ષિત છે બીજી તરફ રસી લીધા પછીના ગાળામાં ફરી કોરોનાનો ચેપ લાગે છે. જે અનેક પ્રશ્નોને જન્માવે છે. જોકે, જિલ્લા વિકાસ અધિકારી અને ક્લેક્ટરની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જોકે, કોરોના વાયરસના નવા સ્ટ્રેને એકાએક ચિંતા વધારી છે. વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સરકાર નવા નિયમ જાહેર કરે એવા એંધાણ છે. ખાસ કરીને યુકે, યુરોપ તથા મીડલ ઈસ્ટમાંથી આવતા પ્રવાસીઓ માટે સરકારે વિશેષ નિયમ તૈયાર કર્યા છે. જેની જાહેરાત તા.22 ફેબ્રુઆરીના કરે એવી સંભાવના છે. દેશના આરોગ્ય મંત્રાલયના એક રીપોર્ટ અનુસાર કોરોના વાયરસના એકથી વધું સ્ટ્રેન અનેક દેશમાં સક્રિય છે. યુકે વેરિએન્ટ 86, સાઉથ આફ્રિકા વેરિએન્ટ 44 અને બ્રાઝિલ વેરિએન્ટ 15 દેશમાં સક્રિય છે. જે સામાન્ય કોરોના વાયરસ કરતા વધુ ઝડપથી સંક્રમીત થઈ રહ્યા છે.

દેશના આરોગ્ય મંત્રાલય અને સિવિલ એવિએશન મંત્રાલયે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. જે ભારત આવતા તમામ પ્રવાસીઓ પર લાગુ થશે. SOPના બીજા ભાગને વિશેષ રીતે યુકે, યુરોપ અને મીડલ ઈસ્ટથી આવતા પ્રવાસીઓ પર લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત એર બબલ હેઠળ આવનારા વંદે ભારત મિશન હેઠળ આવનારા બંન્ને પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp