પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપે ગેરકાયદેસર સમિતિ બનાવી

PC: patandp.gujarat.gov.in

પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 8 સભ્યોએ બળવો કરતા સત્તા ગુમાવી હતી. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં 8 સભ્યોએ બળવો કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ ભાજપને પોતાનો મત આપ્યો હતો. તેઓ ચૂંટાયા હતા કોંગ્રેસમાંથી અને મત આપે છે ભાજપને. ખરેખર તો અનૈતિક બાબત છે. ત્યારબાદ હવે ફરીથી કોંગ્રેસની જે સમિતિઓ વિખેરી નાંખીને ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે જે ગેરકાયદેસર હોવાનું કોંગ્રેસના સભ્યો કહી રહ્યાં છે. તેમનો આક્ષેપ છે કે, ભાજપ પાસે 22 સભ્યો છે અને કોંગ્રેસ પાસે 13 સભ્યો છે. કોંગ્રેસ સત્તા પર નથી અને તેમના સભ્યોએ અમને ટેકો આપ્યો છે, તેથી સમિતિ બનાવવાનો અમારો અધિકાર છે. 22 સભ્યો સામે કોંગ્રેસે આ સમિતિ સામે વિરોધ નોંધાવ્યો છે. તેથી ગેરકાયદે સમિતિ કઈ રીતે કહી શકાય, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રજાપતિએ એવું કહ્યું હતું કે અમે આ સમિતિની રચના કરી છે તે નિયમો મુજબ જ કરી છે. એવો કોઈ નિયમ નથી કે જેણે દરખાસ્ત કરી હોય તે સમિતિમાં ના રહી શકે. કોંગ્રેસ પાસે સત્તા રહી નથી એટલે આ આક્ષેપો થઈ રહ્યા છે.

તેની સામે કોંગ્રેસના સભ્ય પ્રવિણ રાઠોડ કહે છે કે સમિતિની રચના ગેરકાયદેસર છે, જે સભ્યો સમિતિ માટે દરખાસ્ત કરે તે સભ્યને કોઈ હોદ્દો આપી શકાય નહીં કે ટેકો આપે એને પણ હોદ્દો આપી શકાય નહિ. પરંતુ અમારા પક્ષ સાથે ગદ્દારી કરી છે. ફક્ત સત્તા માટે કે ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ છોડનાર સભ્યોને ગેરકાયદેસર રીતે આ સમિતિઓમાં યુક્તિ આપવામાં આવે છે. તેથી અમે આ પ્રશ્ન ગુજરાતની અદાલતમાં લઈ જવાના છીએ. પક્ષાંતર ધારા મુજબ 8 સભ્યો સામે ફરિયાદ કરેલી છે, તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને બે માસની અંદર સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે અને તેનું સભ્યપદ રદ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp