છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપને સત્તાથી દૂર રાખવા બે દુશ્મન પાર્ટી એક થઈ

PC: newsonair.gov.in

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે-ત્યારે ભાજપને ફાયદો થાય છે અને કોંગ્રેસને નુકસાન થાય છે. તો બીજી તરફ હવે તો આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. આમ આદમી પાર્ટીના કારણે પણ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે એક પછી એક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા કોંગ્રેસના હાથમાંથી સરકી રહી છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપને સત્તામાં આવતી અટકાવવામાં બે દુશ્મન એક થયા છે.

છોટાઉદેપુરમાં ભાજપ સત્તામાં ન આવે એટલા માટે કોંગ્રેસ અને BSPએ ગઠબંધન કર્યું છે. બંનેનું ગઠબંધન થયા બાદ કોંગ્રેસના સભ્યને નગરપાલિકાના પ્રમુખ બનાવવમાં આવ્યા છે. કોંગ્રેસ સભ્ય સંગ્રામસિંહ રાઠવા પ્રમુખ પદ પર બિનહરીફ ચૂંટાયા છે. પૂર્વ પ્રમુખની સાથે ત્રણ વખત અવિશ્વાસની સામે દરખાસ્ત મુકવામાં આવી હતી અને હવે સંગ્રામસિંહ રાઠવા બીજી વખત છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બિરાજમાન થયા છે.

મહત્ત્વની વાત છે કે, છોટાઉદેપુર નગરપાલિકામાં થોડા મહિનાઓ પહેલા BSPની સત્તા હતી. નગરપાલિકામાંથી BSPની સત્તા હટાવવા માટે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. અગાઉ બેથી ત્રણ વખત અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. તે સમયે BSPને નગરપાલિકાની સત્તા પરથી દૂર કરવામાં આવી હતી. પણ હવે નગરપાલિકામાં ભાજપની સત્તા ન આવે એટલા માટે BSPને કોંગ્રેસ દ્વારા સપોર્ટમાં લેવામાં આવ્યા છે અને BSPના સપોર્ટથી કોંગ્રેસ દ્વારા સંગ્રામસિંહ રાઠવાને નગરપાલિકાને પ્રમુખ બનાવવમાં આવ્યા છે. આજે સામાન્યસભા બોલાવવામાં આવી હતી અને તેમાં BSPના સપોર્ટથી કોંગ્રેસે નગરપાલીકામાં બહુમતી મેળવી છે અને બંને પાર્ટી એક થઇ હોવાના કારણે ભાજપ સત્તાથી દૂર થયું છે.

ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના અગાઉના પ્રમુખ નરેશ જયસ્વાલ હતા. તેમની સામે 20 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. છેલ્લા દોઢ વર્ષથી છોટાઉદેપુર નગરપાલિકા વિવાદમાં ચાલી રહી હતી. નગરપાલિકાની સત્તા સ્થિર ન હોવાના કારણે નગરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે અને લોકો નગરમાં કામો ન થતા હોવાની બૂમો પાડી રહ્યા છે. લોકોની ફરિયાદો કોઈ સાંભળતું ન હોવાના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પણ હવે તો કોંગ્રેસે જેમની સાથે જ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી તેમના સપોર્ટથી જ નગરપાલિકા કબ્જે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp