કોંગ્રેસના સભ્યો ત્રીજો મોરચો રચી સત્તા મેળવશે

PC: youtube.com

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા પંચાયતમાં ઉથલપાથલ રોકવામાં કોંગ્રેસના નેતાઓ સફળ થયા નથી. અહીં જિલ્લા પંચાયતનાં પ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી થતાં ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસના બે ફાડીયા થઈ શકે છે. ત્રીજો મોરચો રચવા માટે હિલચાલ શરૂ થઈ છે. મહિલા અનામત હોવાથી પશીબેન ઠાકોર પ્રમુખ તરીકે છે. હવે સામાન્ય બેઠક થઈ હોવાથી અનેક લોકો દાવો કરી રહ્યાં છે.

જો કોંગ્રેસના નેતાઓ યોગ્ય ઉમેદવાર નક્કી ન કરે તો બળવો કરીને ભાજપના ટેકાથી પણ સત્તા મેળવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગુપ્ત બેઠક મળી રહી છે. તેમ છતાં તેનો પ્રશ્ન ઉકેલવામાં કોઈ પ્રયાસ સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવતો નથી. જો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે કે, થોડા સમય પહેલાં વિવાદ હતો પણ હવે કોઈ વિખવાદ નથી, પ્રમુખ પદના ઉમેદવાર પણ પ્રદેશ કક્ષાએ નક્કી કરવામાં આવશે. જે કંઈ વાતો આવી રહી છે તે માત્ર અફવા છે પાટણમાં કોઈ વિવાદ નથી. આમ ધારાસભ્ય ભલે દાવો કરતાં હોય પણ વિખવાદ છે. કોંગ્રેસના નેતાઓ ભલે બધું શાંત હોવાનું કહેતાં હોય પણ અંદરથી સખળડખળ છે.

જો સમયસર નક્કી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો પણ આવી શકે છે. તેથી કોંગ્રેસના લોકો એવું ઈચ્છે છે કે, પાટણનાં કોંગ્રેસના હોદ્દેદાર કે જિલ્લા પ્રમુખ આ ઘટનામાં યોગ્ય ભૂમિકા ભજવતાં ન હોવાથી પાટણ કોંગ્રેસ પાસેથી સરકી જતાં વાર નહીં લાગે. પાટણ નગરપાલિકામાં પણ કોંગ્રેસમાં વિખવાદ ચાલી રહ્યાં છે. ત્યારે જિલ્લો સાચવવા માટે જિલ્લા પ્રમુખ કાનજી દેસાઈ અને લાખાભાઈ રબારી સક્રિય નથી. જેના કારણે પાટણ કોંગ્રેસના હાથમાંથી સરકી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp