બનાસકાંઠામાં કોંગ્રેસે ભાજપનો ખેલ ઉંધો કર્યો, કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા

PC: khabarchhe.com

ભાજપ પાસેથી આંચકી લઈને કોંગ્રેસે જીતેલી બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવતાં તેમાં કોંગ્રેસના પીના ઘાડીયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે જશી દિયાને ઉપ પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. ભાજપે તેમની સામે જતા વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દિનેશ દવેને ઊભા રાખ્યા હતા. જે બન્નેની કરૂણ હાર થઈ હતી.

ગયા મંગળવારે ભાજપની અગાઉની સ્થાનિક સરકારનો સત્તાકાળ પૂરો થયો હોવા છતાં ત્રણ દિવસ સુધી કોઈની સત્તા વગરનો ખે પસાર થયો છે. આવું ગુજરાતમાં બનતું નથી. તેની પાછળ એવું કારણ માનવામાં આવે છે કે ભાજપ તોડજોડ કરીને કોંગ્રેસના સભ્યોનું પક્ષાંતર કરાવીને સત્તા હાંસલ કરવા માંગતું હતું જેને સમય મળી રહે તે માટે આટલા વધારાના દિવસો ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના કહ્યાગરા અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. પણ ભજપ ફાવી શક્યું ન હતું. કોંગ્રેસનો અહીં વંશ વાદ ઝળકી ઉઠ્યો છે. કોંગ્રેસના નેતા માલજી દીયાના પત્ની જશી દીયાને ઉપ પ્રમુખ બનાવાયા છે.

આમ અહીં બે મહિલાઓનું રાજ પ્રસ્થાપિત થયું છે. બનાસકાંઠામાં 66 સભ્યોમાંથી 36 કોંગ્રેસના અને 30 ભાજપના સભ્યો છે. અહીં ગયા જૂન મહિનામાં ચોમાસામાં ભયંકર પૂર આવ્યું હોવાથી ભાજપે આ જિલ્લા પંચાયત ખેડૂતો અને સામાન્ય લોકોના રોષના કારણે ગુમાવવી પડી છે. 2013માં કોંગ્રેસ અહીં જીત્યો હતો જેની બહુ પાતળી બહુમતી હોવાથી ભાજપે પક્ષાંતર કરાવીને અને હોર્ષ ટ્રેડીંગ કરાવીને સભ્યોને ખરાદીને અને પદ આપીને લોકોના ચૂકાદાની વિરૂધ્ધમાં સત્તા મેળવી હતી. ભાજપની આ અનૈતિક રાજનીતિ પસંદ આવી ન હતી અને ફરીથી કોંગ્રેસને જીતાડી છે. તેને તોડવા માટે ભાજપે તમામ પ્રયાસ કર્યા હતા પણ તેમ થઈ શક્યું ન હતું.

કોંગ્રેસે તેમના સભ્યોને ભાજપની ખરીદીથી બચવા માટે અજ્ઞાત સ્થળે હિજરત કરીને લઈ જવા પડ્યાં હતા. જો કે, લક્ષ્મીબેનને અહીં પ્રમુખ ન બનાવાતાં કોંગ્રેસમાં ફરી અસંતોષ જોવા મળી રહ્યો છે. જે ગમે ત્યારે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના મંત્રી લક્ષ્મીબેન કરેને જણાવ્યું હતું કે, ભાજપે અમારા સભ્યોને તેમના પક્ષમાં પક્ષાંતર કરાવવા માટે ભારે પ્રયાસો કર્યાં હતા. ભાજપ લોકશાહી વિરૂદ્ધ આવું કામ કરતો હોવાથી અમારે સલમતી માટે બહાર નિકળી જવું પડ્યું હતું. અમારી જીત નક્કી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp