26th January selfie contest

ઢોંગી બાબા સમાધિ લેવાના એલાનનું સુરસુરિયું, જુઓ શું કહીને સમાધિ ન લીધી

PC: divyabhaskar.co.in

છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં રહેનારા છઠીયારડાના ઢોંગી બાબાએ અગાઉ સભા વચ્ચે તેઓ પોતાનો દેહ છોડશે એવી મસમોટી જાહેરાત કરી હતી. આ વાવડ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. સતત ત્રણ દિવસથી ચાલતા આ ઢોંગના ખેલનો રવિવારે હાસ્યાસ્પદ અંત આવ્યો હતો. આમાં બાબાને કહેવાતા ભક્તો પણ આવ્યા હતા. મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા હતા.

રવિવારે રાત્રે આ ઢોંગી બાબાને જોવા માટે તથા એના ખેલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ કાફલો પણ વધારી દેવામાં આવ્યો હતો. રાત્રીના 10થી 11 વાગ્યાની વચ્ચે બાબા પોતાનો દેહત્યાગ કરશે એવી વાત વચ્ચે લોકોને 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. ગામ આખું આ ઠગના ખેલ જોવા માટે પહોંચ્યું હતું. પણ 12 વાગ્યા સુધીમાં વાસ્તવિકતા ઉઘાડી પડી ગઈ હતી. સમાધિ લેવાના મોટા એલાનનું સુરસુરિયું થઈ ગયું. આ બાબાએ પોલીસના ત્રણ દિવસ હરામ કર્યા હતા. પોલીસે સમજાવ્યું તેમ છતાં પણ ઢોંગીએ પોતાનો ખેલ છોડ્યો નહીં. અંતે બાબો કોઈ દેહત્યાગ કરી શક્યો નહીં મોટો ફિયાસ્કો થયો. અંતે પોતાના કહેવાતા ભક્તોની હાજરીમાં માઈકમાં બંધ આંખે જાહેર કર્યું કે, હવે હું આ નહીં કરી શકું તમે લોકો જ મને સમાધી આપો. આવું સાંભળતા જ લોકો ચોંકી ઊઠ્યા. પછી ખ્યાલ આવ્યો કે, આ કોઈ બાબા નથી. ઠગ છે. ઢોંગી બાબાએ કહ્યું કે, આજે જે કંઈ થયું એમાં કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું એની માફી માગું છું. આજ પછી ભક્તિ છોડી દઈશ.

ઢોંગી બાબાને આ સમગ્ર મામલે કોઈ પ્રકારનો પસ્તાવો નથી. બાબાના આવા નાટકનો અંત આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મોટી રાત્રે શિષ્યો, ઢોંગી બાબા, જોવા આવેલા લોકો અને પોલીસ ત્યાંથી બહાર નીકળ્યા હતા. ત્યાર બાદ શિષ્યો મોટામાણસની જેમ એને કોર્ડન કરી ઉપર આવેલા એક રૂમમાં લઈ ગયા હતા. આ પ્રસંગે મહેણાસા જિલ્લાના છઢીયારડા ગામે 2000થી વધુ લોકો ભેગા થયા હતા. પોલીસ પણ થોડા સમય માટે આ તમાશો જોવા મજબુર દેખાઈ હતી. લોકોની ચિંતા કર્યા વગર બાબાએ મોટી સંખ્યામાં લોકોને ભેગા કર્યા. સમાધિની વાત સમગ્ર રાજ્યમાં ફેલાઈ હતી. એટલે ત્રણ દિવસથી રાજકોટથી આવેલા લોકો પણ સમજી ગયા અને રાતોરાત ત્યાંથી નીકળી ગયા હતા. જ્યારે મીડિયા કેટલાક પ્રશ્નો પૂછ્યા ત્યારે બાબો ગુસ્સે ભરાયો હતો. પણ સ્થાનિકો માટે આ ક્ષણ હાસ્યાસ્પદ બની હતી. કોઈ ક્રિકેટ મેચ જોવા લોકો પાગલ થયા હોય એમ દિવાલ પર ચડીને લોકો આ ઢોંગીના ખેલ જોઈ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp