અરવલ્લીમાં લગ્નમાંથી પરત ફરતા પરિવારની રીક્ષાનો ડમ્પર સાથે અકસ્માત, 3ના મોત

PC: youtube.com

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અકસ્માતની ઘટનાઓમાં લોકોના મોત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના માલપુર નજીક સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હોવાના કારણે બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હતા અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

રિપોર્ટ અનુસાર, અરવલ્લી માલપુરના સોનિકપુર ગામ પાસે રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. એક પરિવારના સભ્યો લગ્ન પ્રસંગ પતાવીને રીક્ષામાં ઘરે જઈ રહ્યા હતા. જે સમયે આ પરિવારના સભ્યોની રીક્ષા માલપુરના સોનિકપુર ગામ નજીક પહોંચી તે સમયે એક ડમ્પરે રીક્ષાને અડફેટે લીધી હતી. આ ઘટનામાં રીક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને રીક્ષામાં બેઠેલા તમામ લોકોને ઈજા થવા પામી હતી. જે સમયે આ ઘટના બની તે સમયે 6 લોકો રીક્ષામાં બેઠા હતા. અકસ્માતની ઘટનામાં રીક્ષામાં બેઠેલા 2 લોકોના ગંભીર ઈજાઓ થઇ હોવાના કારણે ઘટના સ્થળ પર જ મોત થયા હતા.

અકસ્માતની ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને અને રાહદારીઓને થતા તેઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. તે સમયે ઈજાગ્રસ્ત થયેલા 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ વધુ એક અકસ્માતની ઘટના બનાસકાંઠાના પાલનપુર-આબુરોડ પર બનવા પામી હતી. પાલનપુર-આબુરોડ પર અનાજ ભરેલો ટ્રક કાર પર પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જે સમયે આ ઘટના બની તે સમયે યુવક કારમાં જ હતો. આ વાતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા કારના પતરા કાપીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. અકસ્માતની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકના દૃશ્યો સર્જાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp