બટાકાના વાવેતરની શરૂઆત, સારા ભાવો મળવાની આશાએ ખેડૂતોએ કર્યું વાવેતર

PC: lovebackyard.com

દેશભરમાં બટાકાના હબ ગણાતા ડીસામાં ખેડૂતોએ બટાકા વાવેતરના શ્રી ગણેશ કર્યા છે. ધનતેરસના દિવસે લોકો ધનની પૂજા કરતા હોય છે, ત્યારે ખેડૂતોએ ધરતી માતા અને ખેત ઓજારોનું પૂજન કરી શુભ મુહૂર્તમાં બટાકાનું વાવેતર કરી ઉત્પાદન સારું થાય અને સારા ભાવ મળે તેવી પ્રાર્થના કરી હતી. ચાલુ વર્ષે ખાતર બિયારણના મોંઘા ભાવ બટાકાનું વાવેતર ઘટવાની શક્યતા જોવાઈ રહી છે.

ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પરમ કૃપા મેળવવાનો દિવસ હોય છે. ધનતેરસે લોકો પોતાના ઘરે તેમજ ધંધાના સ્થળે ધનની પૂજા કરતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં પણ ખેડૂતો પોતાના ખેતરમાં ધરતીમાતાનું પૂજન કરી શુભ મુહૂર્તે વાવણીનો આરંભ કર્યો છે. દેશભરમાં બટાકાની ખેતીમાં ખ્યાતિપ્રાપ્ત બનેલા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકાની વાવણીનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી બટાકા સહિતની ખેતીમાં મંદીનો માર અને મોંઘવારીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી, ત્યારે આ વર્ષે સારું ઉત્પાદન થાય અને સારા ભાવો મળે તે આશાએ ખેડૂતોએ શુભ મુહૂર્તમાં બટાકાનું વાવેતર શરૂ કર્યું છે.

ખેડૂતો ધનતેરસના દિવસે ધરતી માતાની પૂજા અર્ચના કરી હતી. તેમજ ખેતીના ઉપયોગી સાધન ટ્રેક્ટરની પૂજા આરતી કરી ભગવાનને પ્રાર્થના સાથે વાવેતર શરૂ કર્યું છે. ત્યારે ગત વર્ષે મોંઘવારી, ખાતરમાં ભાવ વધારો, પોષણક્ષમ ભાવોના મળવા જેવા અનેક સમસ્યાઓથી થાકેલા ખેડૂતોના કારણે વાવેતર ઘટવાની શક્યતાઓ છે અને બટાટામાં 10 ટકા જેટલું વાવેતર ઘટશે તેમ વેપારીઓ માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp