બનાસકાંઠામાં સરકારી ગોડાઉનમાંથી 15000 જેટલી બોરી અનાજ ગાયબ, કોણ લઇ ગયું?

PC: youtube.com

પંચમહાનગરના શહેરામાં અનાજના ગોડાઉનમાંથી અનાજ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. મામલતદાર અને પોલીસ દ્વારા અચાનક આ ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગોડાઉનમાં ઘઉંની 26,530 બોરી હોવી જોઈએ પણ તેની જગ્યા પર ગોડાઉનમાં ઘઉંની 13,403 બોરી મળી આવી હતી. એટલે 13,103 બોરીની ઘટ હોવાનું સામે આવ્યું હતું. આ રીતે ચોખાના જથ્થામાં પણ 11,989ની જગ્યા પર 10,391 બોરી મળી આવી હતી. બનાસકાંઠામાં કરોડો રૂપિયાનું સરકારી અનાજ ગોડાઉનમાંથી ગાયબ થયું છે. ત્યારે ધારાસભ્ય જેઠા ભારવાડે આ પ્રકારનું કૌભાંડ સમગ્ર રાજ્યમાં ચાલતું હોવાનો આક્ષેપ કર્યો છે.

ધારાસભ્ય જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, શહેરાનું અનાજનું ગોડાઉન 2017થી મંજૂર થયેલું છે. ત્યાંના અધિકારીઓ એવું કહે છે કે, અહિયાં જગ્યા પૂરતી નથી. એટલે અધિકારીઓની સાથે મેં સ્થળ વિઝીટ કરીને સ્થળ તપાસ કરીને માપણી કરાવી એટલે ગોડાઉનની જગ્યા પૂરતી હતી. ત્યારબાદ મેં ત્યાંના MD સાથે મેં વાત કરી. ત્યારબાદ ગોડાઉનમાં અનાજ ચેક કરવામાં આવ્યું. અનાજના ચેકિંગ સમયે અમે બધી ગુણોનો વીડિયો બનાવતા ગયા અને તેમાં ચેકિંગ કરતા ગયા, એટલે એક-એક ગુણમાં બે કિલો અને દોઢ કિલો અનાજ ઓછું નીકળ્યું હતું.

આ ઉપરાંત એક ગુણમાં 45 કિલો અનાજ ઓછું નીકળ્યું હતું. એટલે મેં વીડિયો મીડિયાને રજૂ કર્યો. આ ગોડાઉનમાં વર્ષોથી ચાલતું હતું. ચેકિંગ દરમિયાન જ મેં ગોડાઉનમાં MD અને સેક્રેટરીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતા મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને ગોડાઉનમાં થતી ગેરરીતીનો વીડિયો પણ મેં તેમને મોકલ્યો હતો. આ મોટું કૌભાંડ શહેરામાં નહીં પણ ગુજરાત લેવલે ચાલે છે. આ અગાઉ કાલોલની અંદર 2500 અનાજની ગુણી ઓછી હોવાનું સામે આવ્યું હતું. ગઈ કાલે પાલનપુરમાં પણ ગુનો દાખલ થયો છે. આ પદ્ધતિ આખા ગુજરાતમાં થતી હોય તેવો મારો આક્ષેપ છે. ગાંધીનગરમાં નિગમમાં માણસો કામ કરે છે તેના સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિથી આ શક્ય નથી.

આ બાબતે કલેકટર આનંદ પટેલે મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ એક ગંભીર બાબત છે. આ બાબતે અમારા દ્વારા જિલ્લા કક્ષાએથી અલગ-અલગ ટીમો બનાવીને આકસ્મિક રીતે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જે પણ ક્ષતિઓ બહાર આવી છે તે આધારે જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp