હાર્દિક પટેલે નવું ઘર લીધું: જાણો ક્યાં રહેવા ગયો અને શું કામ?

PC: facebook.com

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર, પટેલ નવનિર્માણ સેનાના પ્રમુખ ઉપરાતં પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલે પોતાનું ઘર બદલ્યું છે. હાર્દિકે નવા ઘરમાં રહેવાનું શરૂ કરી દીધું છે. હાર્દિકે નવું ઘર શું કામ લીધું અને ક્યાં લીધું તે અંગે સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઈ રહી છે.

તો જણાવી દઈએ હાર્દિકે પોતાનું નવું ઘર અમદાવાદમાં લીધું છે. અમદાવાદના રીંગરોડ પર આવેલી ગ્રીનવૂડ બિલ્ડીંગમાં હાર્દિક રહેવા ગયો છે. આ પહેલા હાર્દિક વિરમગામમાં રહેતો હતો. આમ પણ હાર્દિકને પોતાના ગામમાં જવા માટે કોર્ટ દ્વારા પરમીશન નથી. હાર્દિક પર ગુજરાતના કેટલાક શહેરો અને ગામોમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે. પોતાના કુટુંબીજનો, મિત્રો અને શૂભેચ્છકોને મળવામાં મુશ્કેલીઓ ઉભી થતી હતી અને હાર્દિકને મળવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. હાર્દિકને રોજબરોજ 500થી 1000 લોકો મળવા આવે છે અને લોકોની અગવડ દુર કરવા અમદાવાદમાં ભાડાનું ઘર લીધું છે. 

આમ જોવા જઈએ તો પહેલા પણ હાર્દિક પટેલ ભાડાના મકાનમા રહેતો હતો અને અમદાવાદમાં જે ઘર લીધું છે તે પણ રેન્ટ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાડાનું જૂનું ઘર ખાલી કરવામાં આવ્યું છે. 

અમદાવાદથી 62 કિ.મીના અંતરે આવેલા વિરમગામથી હવે હાર્દિક સીધો અમદાવાદ સિટીમાં રહેવા આવી ગયો છે. બાળપણથી લઈ કોલેજ સુધીના વર્ષો વિરમગામાં વિતાવ્યા બાદ સરકારી અને કોર્ટના પ્રતિબંધના અનુસંધાને અમદાવાદમાં ઘર લેવાની ફરજ પડી છે. હાર્દિકે અનામત આંદોલનનો પ્રારંભ વિરમગામથી જ કર્યો હતો. 2015માં અનામત આંદોલને ગુજરાતને હાર્દિક પટેલ નામના યુવા નેતા આપ્યો છે અને આજે હાર્દિક રાષ્ટ્રીય ફલકના રાજકારણમાં પગદંડો જમાવી રહ્યો છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp