પ્રેમ લગ્નના બે વર્ષ પછી ઝઘડો થતા પતિએ મોલના પાર્કિંગમાં કરી પત્નીની હત્યા

PC: Dainikbhaskar.com

રાજ્યમાં પતિ પત્નીના ઝગડાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. તો કેટલાક કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં પતિએ પત્નીની અથવા તો પત્નીએ પતિની હત્યા કરી હોવાનું પણ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરમાં બપોરના સમયે પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને લઇને પતિએ ચપ્પુના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી હતી. મહત્ત્વની વાત એ છે કે પતિ-પત્નીના બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા અને છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના કોલવડા ખાતે આવેલા દરબાર વાસ હરેશ ડાભી તેના પરિવારની સાથે રહેતા હતા. હરેશ ડાભીની 21 વર્ષની દીકરી દિવ્યાને અમદાવાદમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. હરેશ ડાભીની દીકરી એ અમદાવાદના સ્વામિનારાયણ નગરમાં રહેતા યોગેશ પાટીલ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે પરિવારના સભ્યોએ દીકરી સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને તે દીકરીના ઘરે જતા ન હતા.

દિવ્યા અને યોગેશના લગ્નના બે વર્ષ થયાં છે અને બે વર્ષના લગ્નજીવનમાં થોડા સમય પહેલાં જ યોગેશ પત્ની દિવ્યાને અવાર નવાર હેરાન-પરેશાન કરતો હતો. આ ઉપરાંત દિવ્યાના સાસરિયાઓ પણ તેને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. દિવ્યાને સાસરિયાનો ત્રાસ આપતા હોવાના કારણે તેને આ સમગ્ર મામલે તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી. પરિવારના સભ્યો દીકરી દુઃખી થતી હોવાના કારણે તેને ફરીથી અપનાવવા માટે તૈયાર થયા હતા. જેના કારણે એક મહિના પહેલા દિવ્યા તેના પિયર ચાલી ગઇ હતી અને ત્યારબાદ યોગેશ સાથે તેના ડિવોર્સની વાત પણ ચાલી રહી હતી.

દિવ્યા પોતાના ઘરે ગુમસુમ રહેવા લાગી હોવાના કારણે પરિવારના સભ્યોએ દિવ્યાનું મન કોઇ પ્રવૃત્તિમાં પરોવાય એટલા માટે ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા એક મોલ ખાતે તેની નોકરી શરુ કરાવી દીધી હતી. દિવ્યા મોલમાં નોકરી કરવા જતી હોવાની જાણ તેના પતિ યોગેશને થઇ હોવાના કારણે તે દિવ્યાને અવારનવાર મળવા માટે જતો હતો. જોકે આ દરમિયાન બંનેએ સમાધાનના પ્રયાસો કર્યા હતા પરંતુ બન્નેના કુટુંબીજનો માનવા માટે તૈયાર નહોતા.

2 એપ્રિલના રોજ બપોરના સમયે યોગેશ દિવ્યાને મળવા માટે ગાંધીનગર સેક્ટર 26માં આવેલા મોલના પાર્કિંગમાં ગયો હતો અને દિવ્યાને તેની વસ્તુ પરત કરી હતી. જોકે દિવ્યા દુકાનમાં કામ કરતી હતી તેના માલિકને કોરોના પોઝિટિવ હોવાના કારણે યોગેશ દુકાનમાં ઉપર ગયો નહોતો અને તે પાર્કિંગમાં હતો. તેથી દિવ્યા યોગેશ આપેલો સામાન દુકાન મૂકીને પાણી પીવાનું કહી દુકાનની બહાર ગઈ હતી.

તે સમયે ફરીથી યોગેશે મોલના પાર્કિંગમાં દિવ્યા સાથે ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં ઉશ્કેરાઇને યોગેશે દિવ્યાને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને આ ઘટનામાં દિવ્યાને ગંભીર ઇજાઓ થતા તે જમીન પર પટકાઈ હતી.

દિવ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોવાના કારણે આસપાસના સ્થાનિક લોકો દ્વારા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે દિવ્યાને મૃત જાહેર કરી હતી તેથી આ સમગ્ર મામલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ દ્વારા યોગેશ સામે હત્યાનો ગુનો દિવ્યાના માતાએ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp