મહેસાણામાં નગરપાલિકાએ શો રૂમ સીલ કર્યો, તો વેપારીએ પાછલા બારણેથી વેપાર શરુ કર્યો

PC: youtube.com

મહેસાણા નગરપાલિકાની ગંભીર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા શહેર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલો સાયકલના શો-રૂમ દરવાજા પર સીલ હોવા છતાં પણ શરૂ થયો હતો. મહાનગરપાલિકા દ્વારા શો રૂમની બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદેસર હોવાના કારણે શો-રૂમના મુખ્ય દરવાજા પર સીલ લગાવામાં આવ્યું હતું. નગરપાલિકાએ શો-રૂમ સીલ કર્યો હોવા છતા પણ તેના બીજા ગેટ પરથી સાયકલના વેચાણની પ્રવૃત્તિ થઇ રહી હતી.

મહેસાણાના મુખ્ય રસ્તા પર ફાસ્ટર સાયકલનો શો-રૂમ સીલ કરવામાં આવ્યો હોવા છતા પણ પાછળના રસ્તેથી કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી હતી. ત્યારે આ ઘટનાને લઇને સવાલ એ થઇ રહ્યા છે કે, શું નગરપાલિકાએ માત્ર બિલ્ડીંગ સીલ કરીને જ સંતોષ માની લીધો છે. મહત્ત્વની વાત છે કે, જ્યારે કોઈ પણ શો-રૂમને સીલ કરવામાં આવે છે ત્યારે તે મિલકતની અંદર પ્રવેશ બંધી હોય છે. તો બીજી તરફ કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ આ શો-રૂમમાં પ્રવેશ કરી શકતી નથી. પણ મહેસાણાનો ફાસ્ટર શો રૂમ સીલ હોવા છતાં પણ ત્યાં વેપાર શરૂ થયો તે કેટલો યોગ્ય કહેવાય.

આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી તે સમયે જાણવા મળ્યું હતું કે બિલ્ડીંગમાં સાયકલનો શો રૂમ આવેલો છે. શો રૂમ છે તે બિલ્ડીંગ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે. તેથી નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યું હતું. પણ આ બિલ્ડીંગનો જે પાછળનો દરવાજો હતો. તેને મજૂરોની અવર-જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પણ પછી જાણવા મળ્યું હતું કે, આ દરવાજાનો ઉપયોગ તેઓ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી આ બાબતે અમે ટાઉન પ્લાનિંગ સમિતિને આ શોપિંગનો પાછળનો દરવાજો પણ સીલ મારવાની સૂચના આપી દીધી છે. હવે બીજા દરવાજાને પણ સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે. નગરપાલિકામાં ફરિયાદ મળે છે એટલે કાર્યવાહી કરવામાં આવે છે.

આ બાબતે ફરિયાદ મળી હતી એટલા માટે સાયકલના શો રૂમને નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી. ત્યારબાદ તેને સીલ મારવામાં આવ્યું. આ બાંધકામની મંજૂરી રહેણાક માટે હતી. પણ તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ થઇ હોવાના કારણે આ મિલકતને સીલ કરવામાં આવી છે. એટલે હવે આખી ઈમારતને સીલ કરવામાં આવશે એટલે કોઈ અવર જવરનો રસ્તો બાકી રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp