શંખેશ્વરમાં પતિ સક્ષમ ન હોવાથી સાસુએ પુત્રવધૂને સસરા સાથે સંબંધ બાંધવા કહ્યું

PC: newsbreak.ng

સાસરીયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. પાટણમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાસુએ જ પરિણીતાને તેના સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જણાવ્યું હતું. જ્યારે સાસરીયાઓનો ત્રાસ અતિશય વધી ગયો ત્યારે પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ અનુસાર શંખેશ્વર તાલુકામાં રૂની ગામ આવેલું છે. આ ગામમાં રહેતા એક યુવકના લગ્ન વર્ષ 2013માં સમી તાલુકાના સોનાર ગામની એક યુવતી સાથે થયા હતા. યુવતીને ખબર નહતી કે તેના લગ્ન જેની સાથે થવાના છે તે શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી. લગ્ન બાદ 8 વર્ષના સમયમાં પતિએ એક પણ વખત પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહોતો.  સાટા પદ્ધતિથી લગ્ન થયા હોવાના કારણે પરિણીતા કઈ બોલી શકતી નહોતી. ત્યારે એક દિવસ સાસરીયાઓ દ્વારા પરિણીતાને કહેવામાં આવ્યું હતું કે, તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નહોવાના કારણે પુત્ર માટે સસરા સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. સાસરીયાઓની આ વાત સાંભળતા જ પરિણીતાના હોંસ ઉડી ગયા હતા.

તેથી પરિણીતાએ આ વાતની જાણ તેના પતિને કરી હતી. પરંતુ પતિએ પણ કહ્યું કે પરિવારનો વંશ સાચવવા માટે અને ઘરની આબરૂ સાચવવા માટે આ ખોટું નથી. પરિણીતા સાસરીયાઓની આ વાત માનવા માટે તૈયાર નહોતી. તેથી સાસરીયાઓ દ્વારા અમદાવાદની એક હોસ્પિટલમાં ખાનગી પરિણીતાનું ટેસ્ટટ્યુબ બેબી કરાવ્યું હતું. તો બીજી તરફ સસરો પણ પરિણીતાની છેડતી કરતો હતો. ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારથી પરિણીતા ગર્ભવતી બની. ત્યારબાદ સાસરીયાઓ દ્વારા સીમંત કરવામાં આવ્યું હતું.

સીમંતના એક દિવસ પહેલા જ સાસરીયાઓએ પરિણીતાને કરિયાવરમાં પેટ્રોલપંપ લખાવી દેવા માટે ધમકી આપી હતી. ત્યારબાદ આ ઘટનાને લઇને પરિણીતાએ તમામ વાત પરિવારના સભ્યોએ જણાવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોના સપોર્ટથી પરિણીતાએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ જ્યારે પોલીસ પરિણીતાના પતિ અને સાસરીયાઓને પકડવા માટે ગઈ ત્યારે ઘરે કોઈ મળ્યું નહોતું. પરિણીતાના પરિવારનો પેટ્રોલ પંપ સમી અને ગોચનાદ ગામમાં આવેલો છે. મહિલાએ તેની ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, તેને ટેસ્ટ ટ્યુબ બેબીની ફરજ પાડવામાં આવી ત્યારે તેમાં ઉપયોગમાં લેવામાં આવતું વીર્ય તેના પતિનું નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp