તારંગાનાં ડુંગરોમાં પરિણીતાએ 3 વર્ષના બાળક અને પ્રેમી સાથે આપઘાત કર્યો

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. કેટલીક જગ્યા પર લોકો આર્થિક સંકડામણમાં આવીને આપઘાત કરતા હોવાના કિસ્સા સામે આવે છે, તો ક્યાંક પરિવારજનો લગ્ન માટે નહીં માને એવો વિચાર કરી પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો હોવાના કિસ્સાપઓ સામે આવે છે. ત્યારે આવો એક કિસ્સો સતલાસણા તાલુકાના તારંગાના ડુંગરોમાં સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાએ તેના ત્રણ વર્ષના બાળક અને પ્રેમી યુવક સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પરિણીતા, યુવક અને ત્રણ વર્ષના બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. તો પોલીસને ઘટના સ્થળની તપાસ કરતા ઝેરી દવા પણ મળી આવી હતી. આપઘાત કરનાર મહિલા, યુવક અને ત્રણ વર્ષનું બાળક બે દિવસથી ગુમ હોવાનું પણ પોલીસને જાણવા મળ્યુ હતું.

રિપોર્ટ અનુસાર સતલાસણા તાલુકાના ખેરાલુમાં રાવળવાસમાં રહેતા 22 વર્ષનો યુવક ધવલ રસિક રાવળ, 22 વર્ષની પરિણીતાં જાગૃતિ વિક્રમ રાવળ અને ત્રણ વર્ષના ધ્રુવ વિક્રમ રાવળ બે દિવસ પહેલા ગુમ થયા હતા. આ ઘટના બાદ ધવલ રાવળ, જાગૃતિ રાવળ અને ત્રણ વર્ષના ધ્રુવ રાવણની લાશ તારંગાના ડુંગરોમાંથી ગુરુવારે વહેલી સવારે મળી આવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા સતલાસણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ કરતા લાશની નજીકથી એક ઝેરી પદાર્થ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ત્રણેયના મૃતદેહોનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય મૃતકો ખેરાલુ રાવળવાસમાં રહેતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાંએ તેના ત્રણ વર્ષના બાળક અને પ્રેમી યુવક સાથે ઝેરી દવા પી આપઘાત કર્યોહોવાનું જાણવા મળ્યુ હતું. પ્રેમી યુગલ બાળક સાથે જે રિક્ષામાં ઘરેથી નિકળ્યું હતું તે રિક્ષા પણ પોલીસને ઘટના સ્થળ નજીકથી મળી આવી હતી. 

આ બાબતે સતલાસણા પોલીસ સ્ટેશનના PSI રાઠોડે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા પ્રેમી યુગલ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યુ હતું પરંતુ ગુરુવારે વહેલી સવારે તારંગાના ડુંગરોમાંથી પ્રેમી યુગલ અને બાળકની લાશ મળી આવી હતી. જેથી ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp