અમદાવાદ પાલિકામાં અંદરથી જ આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂંક, વિપક્ષનો વિરોધ

PC: google.com/maps

અમદાવાદ મહાનગર  આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક મામલે મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક ફરી વિવાદાસ્પદ બનવા પામી હતી.શાસકપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના પી.એ.રાહુલ શાહ અને દેવેનભટ્ટની અંદરના અને બહારના ઉમેદવાર તરીકે પસંદગી કરી નિમણૂંક આપવાનો નિર્ણય કરતા કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો.વિપક્ષનેતા દ્વારા આ બાબતનો વિરોધ કરાતા ભાજપે બહુમતીથી આ તમામ ઉમેદવારોની નિમણૂંકને મંજુરી આપી હતી.

અમપાની સોમવારે સાંજે મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક ત્રણ કલાકથી પણ વધુના સમય સુધી ચાલી હતી.અમપામાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની જગ્યા ભરવા લેવાયેલી લેખિત પરીક્ષાથી શરૂ થયેલો આ વિવાદ સોમવારે પણ અટકયો ન હતો.મેયરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં 15 અંદરના અને 10 બહારના એમ કુલ 25 ઉમેદવારોની પસંદગી કરવાની હતી.અમપા દ્વારા મ્યુનિસિપલ કમિશનરના પી.એ.રાહુલ શાહ અને દેવેનભટ્ટની આશ્ચર્યજનક રીતે અંદરના અને બહારના એમ બે પ્રકારની કેટેગરીમાં પસંદગી કરાતા વિપક્ષનેતા દિનેશ શર્માએ એનો વિરોધ કર્યો હતો.વિપક્ષનેતાનું કહેવુ હતુ કે,આ પ્રમાણે પસંદગી કરવાથી બે જગ્યાઓ માત્ર 24 કલાકમાં ખાલી પડશે.અને નવેસરથી પ્રક્રીયા કરવી પડશે.જેનાથી સમય અને રૂપિયાની બરબાદી થશે.જેથી આમ કરવાને બદલે વેઈટીંગમાંથી ઉમેદવારોની પસંદગી કરવી જાઈએ.વિપક્ષનેતાની આ માંગણી શાસક ભાજપ દ્વારા સ્વીકારવામાં આવી ન હતી.

વિપક્ષનેતા દિનેશ શર્માએ કહ્યુ,અમે આ આખી પ્રક્રિયા રદ કરવાની અગાઉ પણ માંગણી કરી હતી.છતાં તેનો સ્વીકાર કરવામા આવ્યો નથી.આજે મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં જે પ્રમાણે કમિશનર અને શાસકપક્ષના હોદ્દેદારો દ્વારા પોતાની મનમાની કરી આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંકને બહાલી આપવામા આવી છે એનો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે.ભવિષ્યમાં આ નિમણૂંક સામે કાયદાકીય લડત પણ આપવામાં આવશે.

31 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવાયા

દરમિયાન મોડી સાંજે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા તરફથી જારી કરવામાં આવેલી એક પ્રેસ યાદીમાં આ આખી પ્રક્રીયા પારદર્શી અને આઈઆઈએમના નિષ્ણાતોની મદદથી કરાઈ હોવાનુ કહી સ્ટાફ સિલેકશન કમિટી સમક્ષ કુલ 31 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હોવાની વાત કહેવાઈ છે.  

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp