મોડાસા યુવતીના મોત મામલે DySP ગઢવીએ શા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું કહ્યું

PC: youtube.com

મોડાસામાં 19 વર્ષીય યુવતી 31 ડિસેમ્બરથી ગુમ થઈ હતી. શોધ કરવા છતાં પણ જ્યારે યુવતી નહીં મળી તો પરિવારે 3 જાન્યુઆરીના રોજ ગુમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. 5 જાન્યુઆરીના રોજ યુવતીની લાશ એક વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવી હતી. આ ઘટના બાદ લોકોએ મોડાસા ગ્રામીણ પોલીસ સ્ટેશનની સામે આરોપીઓને પકડવાની માગને લઈને પ્રદર્શન પણ કર્યું. પરિવારે ગામના 4 લોકો પર ગેંગરેપ કર્યાની શંકા વ્યક્ત કરીને તેની સામે ફરિયાદ નોંધવા માંગણી કરી હતી.

લાશ મળ્યા પછી તેના પરિવારના સભ્યો સહિત સમાજના લોકોએ પોલીસ સ્ટેશનની બહાર ધરણા કર્યા પછી પોલીસ દ્વારા ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરીને ગુનો દાખલ થયાના ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને એક કારને કબજે કરી છે.

આ મામલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસેના નેતાઓએ પણ યુવતીના પરિવારજનોની મુલાકાત કરી હતી. આજે પણ યુવતીના સમાજની મહિલાઓ દ્વારા ન્યાયની માંગણી સાથે રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને ત્યારબાદ લોકોએ SC/ST સેલના DySP એસ.એસ.ગઢવીને મળીને તેઓ કેવી રીતે સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે તે બાબતે માહિતી મેળવી હતી.

આ બાબતે DySP એસ.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે, તમને મારી કામગીરી પર જે-જે શંકા હોય તો એસ.એસ.ગઢવી ફાઈનલ ઓથોરીટી નથી. ડેથમાં ગળેફાંસો ખાવાથી ડેથ આપવામાં આવ્યું છે ગુજરાતીમાં લખીને આપ્યું છે. તમને હક છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવવાનો. આટલા દિવસથી મારી જેટલી પણ ખામી લાગતી હોય અને જ્યાં તમને એવું લાગતું હોય કે, આ ખોટું છે તો તમે SPને નહીં તો મુખ્યમંત્રીને રજૂઆત કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp