એસિડ એટેકનો ભોગ બનનાર મહેસાણાની કાજલની કહાની 'છપાક' જેવી જ છે

PC: youtube.com

થોડા દિવસો પહેલા રીલીઝ થયેલી 'છપાક' મૂવીએ લોકોને હચમચાવી નાંખ્યા છે. આ ફિલ્મ એસિડ એટેકની સત્ય ઘટના પર આધારિત છે. ગુજરાતના મહેસાણાના એક ગામમાં રહેતી કાજલ નામની યુવતી પણ ચાર વર્ષ પહેલા એસિડ એટેકનો શિકાર બની હતી. આજે પણ કાજલ પોતાના ચહેરાની સારવાર કરાવવાની સાથે-સાથે હિંમતપૂર્વક જીવન જીવી રહી છે.

રિપોર્ટ અનુસાર મહેસાણાના એક ગામમાં રહેતી કાજલ ફેબ્રુઆરી 2016ના નાગલપુર કોલેજમાંથી અભ્યાસ કરીને તેના ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન કોલેજની બહાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કાજલ પર એસિડ એટેક કર્યો હતો. એસિડ એટેક કરનારો યુવક બીજો કોઈ નહીં પણ કાજલના પિતાના મોટાભાઈના વેવાઈનો દીકરો પ્રતિક હતો. પ્રતીક કાજલની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ કાજલને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા નહોતી એટલા માટે ઉશ્કેરાયેલા પ્રતીકે 1 ફેબ્રુઆરી 2016ના રોજ કાજલના ચહેરા પર એસિડ ફેંક્યું હતું.


એસિડ એટેકની ઘટનાના ચાર વર્ષ પછી પણ કાજલને આંખેથી જોવામાં પણ તકલીફ પડી રહી છે. કાજલની સર્જરી અમાદાવાદની એક હોસ્પિટલમાં થઇ રહી છે. કાજલના પિતા મહેન્દ્રભાઈ રીક્ષા ચલાવીને તેમના પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં પણ તેમને આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચ કરીને કાજલની સર્જરીમાં કરાવી ચૂક્યા છે. ડૉક્ટરોના કહેવા અનુસાર કાજલના ચહેરા પર ઘણી સર્જરી કરવામાં આવશે. એસિડ એટેકમાં કાજલે એક આંખ ગુમાવી છે.

આગામી દિવસોમાં કાજલની પ્લાસ્ટિક સર્જરી પછી તેની ફેઈલ થઇ ગયેલી આંખના પોપચાની સર્જરી પણ કરવામાં આવશે. એસિડ એટેકના ચાર વર્ષ થયા પછી ડૉક્ટરો દ્વારા ત્રણ-ત્રણ મહિનાના અંતે સર્જરી કરવામાં આવે છે. મુશ્કેલીમાં લોકોની પડખે ઉભા રહેવાની વાત કરતી સરકાર, સામાજિક સંસ્થાના લોકો પરથી કાજલના પિતાનો ભરોશો ઉઠી ગયો છે અને તેઓ કહી રહ્યા છે કે, લોકો માત્ર વાતો જ કરે છે પણ ભરોષો મદદ કે, સહાય કરવા માટે આવતા નથી. કાજલ પર એસિડ એટેક કરીને તેની જીંદગી બરદાર કરી દેનાર આરોપી પ્રતિકને મહેસાણની કોર્ટ દ્વારા 14 એપ્રિલ 2018ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp