મહેસાણા કોંગ્રેસના તાલુકા પ્રમુખ પોતે પક્ષ તોડી રહ્યાં છે

PC: google

મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના નવ સભ્યોએ બળવો કરતા કોંગ્રેસે કારોબારી સમિતિ ગુમાવવાનો વારો આવ્યો છે અને તાલુકા પંચાયતના પ્રમુખ સામે પગલા ભરવા અને ખાસ કરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે દબાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે કંઈ થયું છે તેની પાછળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી. કે. પટેલનો દોરીસંચાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ પડદા પાછળ રહીને કોંગ્રેસને ખતમ કરવાનું કાવતરું રચી રહ્યાં હોવાનું પ્રદેશના નેતાઓના ધ્યાનમાં આવ્યું છે. બળવાખોરોને એમણે પ્રોત્સાહન પૂરું પાડી કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે કાર્ય કરી રહ્યાં હોવાનું પણ ધ્યાને આવતાં તેમને સસ્પેન્ડ કરવા માટે કોંગ્રેસ પ્રમુખ સમક્ષ દાવો કરાયો હતો અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી. કે. પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના રિપોર્ટના આધારે અમિત ચાવડા પગલાં લેશે.

એવું દેખાઈ રહ્યું છે પી. કે. પટેલના સ્થાને મહેસાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મુકેશ અમૃત પટેલની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તાલુકા પંચાયતમાં તેઓ સભ્ય તરીકે છે. તેઓ બેચરાજી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાની દાવેદારી કરી ચૂક્યા છે. જ્યારે એમણે ટિકિટની માગણી કરી હતી ત્યારે એમણે એવું કહ્યું હતું કે જો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો કોઈપણ સરકારી લાભ નહિ લઉં. વિધાનસભા સત્ર જમવાનું પણ ઘરેથી લઈ જઈશ. આ જાહેરાત બાદ તેમના પ્રત્યે સહાનુભૂતિ ઊભી થઈ હતી. પરંતુ ટિકિટ તેમને આપવામાં આવી ન હતી. ભલે તેમને ટિકિટ ન આપી હોય, પરંતુ તેમણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે તનતોડ પ્રયત્ન કર્યા હતા. પક્ષ પ્રત્યે નિષ્ઠા છતાં કારોબારીમાં ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા ન હતા. તેથી પી. કે. પટેલ એમને ખતમ કરવા માટે રાજકીય ષડયંત્ર કરી રહ્યાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp