મહેસાણાના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું, Video બનાવી આત્મહત્યાનું કારણ આપ્યું

PC: news18.com

મહેસાણાના આ પ્રેમીયુગલે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું છે. શંકરપુરામાં રહેતા 25 વર્ષના વિશાલ અને 18 વર્ષની પૂનમે કમરે દુપટ્ટો બાંધીને સુજલામ સુફલામ કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ અંગે મહેસાણા પોલીસે મૃતક યુવક-યુવતીના પરિવારના સભ્યોના નિવેદનો લઈને કાર્યવાહી હાથે ધરી છે.

આત્મહત્યા કરતા પહેલા તેમણે 19 સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો. જ્યારે યુવાન વીડિયો બનાવવાનું શરૂ કરે છે ત્યારે યુવતી કહે છે, હું શું કહું, વીડિયો ન બનાવશો. જિંદગીમાં પણ એ લોકોનું સારુ ક્યારેય નહીં થાય. ત્યાર બાદ યુવાન બોલે છે, આમ જો, આમ જો..કેમેરા સામે જોઈ યુવાન કહે છે, અમે બે મરવા જઈએ છે, આ છે કેનાલ જુઓ, અમને પરણાવતા નથી ને!!

મહેસાણાનાં વિસનગર રોડ પર દેલા-બાસણા ગામની વચ્ચેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી એક પ્રેમીયુગલાના શવ મળી આવ્યા હતા. મૃતક વિશાલ કનુજી ઠાકોર અને મૃતક પૂનમ છનાજી ઠાકરે કમરે દુપટ્ટો બાંધીને કનાલમાં ઝંપલાવ્યું હતું. બંનેના શવ એ અવસ્થામાં મળી આવ્યા.

યુવતીના પરિવારે જણાવ્યું કે, તેઓ મજૂરીકામ કરીને ઘર ચલાવે છે. યુવતી અને તેનો પરિવાર ખોડિયારનગરમાં ઘરકામે ગયા હતા. પૂનમ કામ કરી પરત ફરી હતી. પણ ઘરે આવતા જાણ થઈ કે બંનેએ કેનાલમાં ઝંપલાવી દીધું.

યુવાનના પરિવારે જણાવ્યું કે, વિશાલ સવારે 7 વાગ્યે ચા પીને ખાનગી ડ્રાઈવિંગ માટે કામે નીકળી ગયો હતો. વિશાલના ભાઈને જાણ થઈ કે તે કેનાલમાં પડી ગયો છે. ઘટના સ્થળે પહોંચ્યા તો ત્યાંથી વિશાલની ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

વિસનગર PSI રાઠોડ જ્યાંથી શવ મળ્યા તે જગ્યાએ આવી ગયા બાદ મૃતકોના શવને મહેસાણા પોલીસે સિવિલમાં મોકલ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp