મહેસાણા પાલિકાનું સ્વચ્છતા-સફાઈ અભિયાન, જાહેર માર્ગો ઉપર કચરાના ઢગ

PC: twitter.com/shekhargupta

કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોએ સફાઈ ઝૂંબેશ શરૂ કરી છે. જોકે પાલિકાની આ સફાઈ ઝૂંબેશ હાલમાં ફક્ત દિવાલો ઉપર ચિત્રો સ્વરૂપે હોય એવું લાગી રહ્યું છે. રૂપિયા 5 લાખના ખર્ચે પાલિકાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ લાવવાનું દિવાલો ઉપર ચિત્રો સ્વરૂપે શરૂ કર્યું છે, પરંતુ સફાઈ ઝૂંબેશ જાગૃતિ માટે લાખોનો ખર્ચ કરનાર પાલિકા જ જવાબદારી નિભાવતી ન હોવાનું જાહેરમાર્ગો ઉપર દેખાઈ રહ્યું છે.

મહેસાણા પાલિકા દ્વારા શહેરમાં સારું કામ કરવાના અથાગ પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ પાલિકાની સ્થિતિ થાય છે કરવા ગયા કંસાર અને બની ગઈ થુલી જેવી છે. મહેસાણા પાલિકા હાલમાં સફાઈ કામદારોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા મામલે હાલમાં વિવાદમાં સપડાયેલી છે. ત્યારે પાલિકાએ સ્વચ્છતા અભિયાન જાગૃતિ માટે દિવાલો ઉપર ચિત્રો દોરવા 5 લાખનો ખર્ચ ફાળવવાનો વિવાદ શરૂ થયો છે.

કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં ખુદ કોંગ્રેસના જ નગરસેવકોનું એક જૂથ કામગીરીને લઈ સામે પડેલું છે. આ સંજોગોમાં એક તરફ ચિત્રો પાછળ 5 લાખનો ખર્ચ કરાયો છે, તો વળી બીજી બાજુ શહેરના રાજમાર્ગો ઉપર કચરના ઢગ જોવા મળી રહ્યા છે. પાલિકા સફાઈ અભિયાન માટે લાખો ખર્ચ કરાઈ રહ્યો છે પણ ખર્ચ કરનાર પાલિકા ખુદ સફાઈ કરતી ન હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે.

પાલિકાની કરૂણતા એવી છે કે જે દિવાલ ઉપર સ્વચ્છતા અભિયાનના ચિત્રો દોરાયા છે એ જ દિવાલ પાછળ કરોડોના ખર્ચે બની રહેલા તળાવમાં કાટમાળ ખડકાયો છે. તેની સાથે ગંદકી અને કચરો પણ જોવા મળી રહ્યો છે. આમ, પાલિકાની સફાઈ ઝૂંબેશ દીવાલો ઉપર નાગરિકો પૂરતી સીમિત હોય એવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp