મહેસાણા હાઇ-વે પર બસને હાઇજેક કરી લાખોની લૂંટ

PC: youtube.com

મહેસાણા નંદાસણ નજીક 8થી 9 શખ્સો દ્વારા બસને હાઇજેક કરી આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંદાજિત 80 લાખની રકમના ડાયમંડ અને ગોલ્ડની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો પાલનપુરથી અમદાવાદ આવતી આવતી ST બસમાં જયંતી સોમા, વસંત અંબાલાલ અને એસ પ્રવીણ કુમાર આ ત્રણ આંગડીયા પેઢીના 6 કર્મચારીઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસમાં ઉનાવા પાસેથી 8થી 9 જેટલા બંદૂકધારી શખ્સો મુસાફર બનીને બેઠા હતા. ST બસ જ્યારે મહેસાણા અમદાવાદ હાઇ-વે પર આવેલા એક વોટરપાર્ક પાસે પહોંચી ત્યારે 8થી 9 શખ્સોએ બસને હાઇજેક કરી હતી. એક શખ્સ દ્વારા બસના ડ્રાઇવરને બંદૂક બતાવી બસ ઊભી રાખીને બસની લાઇટો બંધ કરવાનું કહ્યું.

બસમાં લાઇટ બંધ થતા જ બસમાં બેઠેલા મુસાફરોને પણ આ 8થી 9 શખ્સો દ્વારા બંદૂક બતાવીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બસમાં બેઠેલા ત્રણ આંગડીયા પેઢીના 6 કર્મચારીઓને બંદૂક બતાવી અંદાજે 80 લાખથી 1 કરોડના ડાયમંડ અને ગોલ્ડની લૂંટ ચલાવી હતી. આ 8થી 9 શખ્સોએ લૂંટ ચલાવ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આંગડિયા પેઢીના કર્મીઓની ફરિયાદના આધારે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરી શરૂ કરી હતી. આ લૂંટારુઓને પકડવા માટે મહેસાણા જિલ્લા પોલીસે ઠેર-ઠેર નાકાબંધી કરી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp