નીતિન પટેલ રાજકારણ છોડવા તૈયાર પણ...

PC: Khabarchhe.com

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હથ્થે આ વખતે કોંગ્રેસના પ્રેસિડન્ટ રાહુલ ગાંધી ચડી ગયા છે. તેમણે રાહુલ ગાંધીની આકરા શબ્દોમાં ટીકા કરીને તેમને ઓપન ચેલેન્જ પણ આપી દીધી હતી. નીતિન પટેલ પાલનપુરમાં મેડિકલ કોલેજ અને બનાસ ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલા ઓઇલ પ્લાન્ટનું ઉદઘાટન કરવા આવ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

નીતિન પટેલે કહ્યું હતું કે, રાહુલ ગાંધી રાજસ્થાનમાં એવી વાત કરે છે કે, ગુજરાતમાં વિકાસ નથી થયો, પણ રાહુલ ગાંધીને હું ચેલેન્જ આપું છું કે બે દિવસ તેઓ મારી સાથે ગુજરાતમાં ફરે, તેમને ખબર પડે કે વિકાસ કોને કહેવાય અને જો ગુજરાતમાં વિકાસ ન થયો હોય તો હું રાજકારણ છોડવા તૈયાર છું અને જો વિકાસ થયો હોય તો રાહુલ રાજકારણ છોડી દે. રાહુલ ગાંધી પર વધુ આકરા પ્રહારો કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે રાહુલ મંદિરે જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp