સેહસા ગામમાં પોલીસનું દુઃસાહસ, 15 ઘરમાં રાતે તોડફોડ કરી

PC: khabarchhe.com

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે, તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કોમ્બિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કોમ્બિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તેમજ માનવતાને નેવે મૂકી પોલીસે કોમ્બિંગના બહાના હેઠળ પોલીસ પ્રશાસનની ગુંડાગીરી લોક મુખે ચર્ચાઈ રહી છે. જેથી જો આ બનાવને માત્ર ઊભો કરવામાં આવેલો હોય તો આમ આદમી પાર્ટી ગુજરાત તેને વખોડી કાઢ્યું હતુ.

માનવ અધિકારોના મૂલ્યોના જતન માટે 15 ઓગસ્ટના રોજ બપોરે 1 કલાકે આમ આદમી પાર્ટી ગુજરાતના પદાધિકારીઓના એક ડેલિગેશને સેહસા ગામની મુલાકાત લીધી હતી. સ્થળ સ્થિતિની મુલાકાત લેતા અને ગ્રામજનોને પૂછતા પોલીસે 12 તારીખે રાત્રે આખા ગામને બાનમાં લીધેલું અને 15થી વધુ ઘરોમાં રીતસરનો આતંક મચાવી ભોગ બનનારના ઘરોમાં ઘર વખરી, માલમિલકતની તોડફોડ કરેલી અને ખાધા ખોરાકીના ડબ્બા ઊંધાવાળી દીધા હતાં. સરકારના રાહત દરે બનાવેલા શૌચાલયો પણ તોડી નાખેલા હતાં. એથી વિશેષ તો બાળકો અને મહિલાઓમાં એટલો ભય ઊભો કરેલો છે કે છેલ્લા ચાર દિવસથી ભોગ બનનાર લોકો આજુબાજુના ખેતરોમાં સંતાયેલા છે અને તેમના ઘરના દરવાજા ચાર દિવસથી ખુલ્લા છે. ઢોર ઢોખર પણ ભૂખે તરસે તરફડી રહ્યા છે. બાળકોનું ભણતર બગડી રહ્યું છે. પોલીસ ખાતા દ્વારા આતંક ફેલાવાયેલો હોવા છતાં પોલીસ બંદોબસ્તના નામે 40થી વધારે પોલીસનો સ્ટાફ ત્યાં ઘેરોઘાલીને બેઠો છે. આ બંદોબસ્ત શાનો છે?? તે જાણવું રહ્યું.

ગામના લોકોનો પણ રોષ જોવા મળે છે. ડરના માર્યા કોઈ બોલવા તૈયાર નથી. આ બાબતે જિલ્લા કલેક્ટર હસ્તક્ષેપ કરી તટસ્થ તાપસ કરે તેવી આમ આદમી પાર્ટીએ માગણી કરી છે. આજે ગુજરાત ઉપપ્રમુખ ભેમા ચૌધરી, ઉત્તર ગુજરાત પ્રમુખ રમેશ નાભાણી, ઉત્તર ગુજરાત લીગલ સેલ પ્રમુખ આર. કે. ચૌહાણ, રાજુ બારોટ એડવોકેટ ,પાટણ જિલ્લા પ્રમુખ ડૉ. લાલિત વાઘેલા ,મહામંત્રી પ્રશાંત ચૌધરી, સિદ્ધપુર તાલુકા પ્રમુખ ડૉ. રમેશ ગોપાલજી ઠાકોરે અન્ય કાર્યકર્તાઓ સાથે સેહસા ગામની મુલાકાત લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp