મહેસાણા: 29માંથી 15 નગરસેવકો ગેરહાજર રહે એવો તખ્તો કોણે તૈયાર કર્યો?

PC: googlemap.com

રાહુલ ગાંધી જ્યાં સુધી ગુજરાત આવતાં રહ્યાં ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસમાં ઉત્તેજના અને એકસંપ જોવા મળ્યો હતો. પરંતુ તેમના ગયા પછી કોંગ્રેસ ફરી એક વખત વેરવિખેર થઈ રહી છે. વટાણા વેરાઈ રહ્યાં છે. વિખવાદ વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકી એક રાખવાની વાત તો ઠીક પણ તેઓ પોતે જ જૂથવાદને પ્રોત્સાહન આપે છે. પક્ષ માટે કામ કરનારને મહત્વ આપવાના બદલે તેમને વફાદાર હોય એમને જ આગળ કરે છે.

ગુજરાતના ડેલીગેટ્સમાં તેમણે એવું જ કર્યું છે. રાહુલ ગાંધી ભલે EVM હટાવીને કાગળના પતપત્રકોથી ચૂંટણી કરાવવા માંગતા હોય. પણ તેનાથી ગુજરાત કોંગ્રેસને કોઈ ફેર પડતો નથી. તેઓ અંદર અંદરના ઝઘડા સતત કરતાં રહે છે. મહેસાણામાં આવું જ થઈ રહ્યું છે. અહીં વિધાનસભાની ચૂંટણી સુધી કોંગ્રેસ એક હતી. હવે અહીં એક બીજાને પાડી દેવાના ખેલ ખેલી રહ્યાં છે.

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. અહીં પ્રમુખ રઈબેન પટેલે કોંગ્રેસના સભ્યોની બેઠક અધિકારી સરકારના એજન્ટ બની ગયા હોવાના મુદ્દે બોલાવી તો તેની સામે એક જૂથ ઊભું થઈ ગયું અને તેમણે પણ પ્રમુખ સામે અલગ બેઠક બોલાવી છે. 29 નગરસેવકોમાંથી 15 નગરસેવકો ગેરહાજર રહે એવો તખ્તો તૈયાર કરાયો છે. સંકલન સમિતિની બેઠક પણ છ મહિનાથી બોલાવી નથી તેથી કોર્પોરેટરોમાં વિરોધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp