કોરોના સ્થિતિ જોવા પ્રદિપસિંહ જાડેજા 4 તારીખે પંચમહાલ જિલ્લાની મુલાકાતે

PC: khabarchhe.com

સમગ્ર રાજ્યમાં મારૂ ગામ કોરોનામુકત ગામ અભિયાન નો તાઃ 1 લી મે 2021થી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી અને પંચમહાલ જીલ્લા પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે તા.4થી મેના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે.

મંત્રી જિલ્લાની મુલાકાત દરમ્યાન કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા કરશે. જેમાં,સંસદ સભ્ય, ધારાસભ્યઓ અને પદાધિકારીઓ, તેમજ જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વિવિધ બેઠકો યોજી કોરોના મહામારી દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા આયોજનની સમીક્ષા કરી માર્ગદર્શન આપશે તેમજ મારૂ ગામ કોરોનામુકત ગામ અભિયાનના સુચારું અમલીકરણ/વ્યવસ્થા માટે પંચાયતના પદાધિકારીઓ/સદસ્યોને માર્ગદર્શન આપશે.

જિલ્લા વહીવટી તંત્રની કોવિડ-19 મહામારી સામેની તૈયારીઓના જાતનિરીક્ષણ હેતુથી તેઓ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, તથા જિલ્લાના વિવિધ કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેશે.તેમજ શામળાજી હોમિયોપેથિક ગોધરા ખાતે ટ્રસ્ટ સંચાલિત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ મીડિયાને સંબોધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp