ગર્ભવતી યુવતીને અકસ્માત નડતા મોતને ભેટી, સિઝર કરી શિશુનો જીવ બચાવી લીધો

PC: agavaceae.info

જીવનમાં ક્યારે મુસિબત કહીને નથી આવતી. આવો જ બનાવ સુરતમાં બન્યો છે. જેમાં પતિ અને પુત્રી સાથે વખતે જતી અઠવાલાઈન્સની ગર્ભવતી મહિલાનો અસથાણ વિસ્તાર પાસે બાઈક સાથે અકસ્માત થતા તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી. બાઈક પરથી પડી જવાથી તેણા માથામાં ગંભીર ઈજા થઈ હોવાને કારણે તેણો જીવ બચવાની શક્યતા ઓછી હતી. તેમજ ગર્ભસ્થ શિશુના જીવ સામે પણ ખતરો ઉભો થયો હતો. ત્યારે પછી ડોક્ટરોએ સમય સૂચકતા વાપરી મહિલાનું મોત થાય તે પહેલા ગર્ભવતિ મહિલાનું તાત્કાલિક સિઝર કરીને ગર્ભસ્થ શિશુનો જીવ બચાવી લીધો હતો. જો કે, કમનસીબે શિશુના જન્મના છઠ્ઠા દિવસે જ હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના અઠવાલાઈન્સ પાસે આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં રહેતી દિપાલી ભાવેશ પટેલ (ઉંમર 25)ને 6-11-2018 ના રોજ અકસ્માત થયો હતો. રાતના સમયે તે પોતાના પતિ ભાવેશ પટેલ અને પુત્રી ધ્વની (ઉંમર 5) સાથે બાઈક પર જતી વખતે અલથાણ પોલીસ સ્ટેશન નજીક સ્પીડમાં આવી રહેલા બાઈક ચાલકે અકસ્માત સજર્યો હતો.

ત્યાર બાદ દિપાલીબેનને સ્પીડમાં આવી રહેલી બાઈકનું હેન્ડલ વાગતા અકસ્માત થયો હતો તેના પછી સગર્ભા દિપાલીબેન રોડ પર પડી જતા તેમણે માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બાળકનો જીવ બચાવી લીધો પણ દિપાલીબેનનો જીવ ન બચાવી શક્યા. જો કે, દિપાલીને માથામાં ઈજા થઈ હોવાથી તેનો જીવ બચાવો મુશ્કેલ હતો. મૃત્યુની શક્યતાને લઈને ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેસન કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો.

દિપાલીના ભાઈ ભાવેશના કહેવા પ્રમાણે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા પછી ડોક્ટરોએ કહ્યું હતું કે શિશુને કંઈ થયું નથી જ્યારે દિપાલીનો જીવ બચશે કે નહીં તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અકસ્માત દરમિયાન મગજમાં ઈજા થઈ હોવાથી તેણો જીવ બચે તેવી શક્યતા ઓછી હતી કેમ કે આવા કિસ્સાઓમાં દસમાંથી એક વ્યક્તિ જ વ્યક્તિનો જીવ બચે છે પણ તે કોમામાં રહે છે. તેથી ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરી શિશુને જીવનદાન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp