અરવલ્લીના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન

PC: PIB

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરી રહી છે. ત્યારે આ ઉજવણીની સાથે કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓની જાણકારી આપતાં વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે શામળાજીનાં મેળામાં. આ શબ્દો હતાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા ડૉ. ધીરજ કાકડિયાના.

મોડાસામાં પત્રકારોને સંબોધતાં ડૉ.કાકડિયાએ કહ્યું કે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં 15 નવેમ્બરથી શરુ થતાં શામળાજીના મેળામાં યોજનાકીય માહિતી આપવા કેન્દ્ર સરકાર એક ઇન્ફર્મેશન પેવેલિયન ઉભું કરી રહ્યું છે. પત્રકારોને ઉદબોધતાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અને રીજનલ આઉટરીચ બ્યુરોના એડીશનલ ડાયરેક્ટર જનરલ ડો.કાકડિયાએ સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન તથા જલસંરક્ષણ અભિયાન અર્થે પેવેલિયનમાં જાગરૂતતા કાર્યક્રમની સાથે આઝાદીની ચળવળ અને સ્વાતંત્ર સેનાનીઓની રસપ્રદ જાણકારી આપતાં ભવ્ય પ્રદર્શન યોજાવાની વાત કરી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો,સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે લોકોને સ્થળ પર જ સચોટ માહિતી મળી રહે તે હેતુથી આ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. 15 નવેસરથી 19 નવેમ્બર પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકસંપર્ક કાર્યક્રમમાં પ્રતિદિન વિભિન્ન કાર્યક્રમોની સાથે જિલ્લા વહીવટીતંત્રનાં વિવિધ વિભાગ તરફથી યોજનાકીય માહિતી પ્રદાન કરતાં સ્ટોલ્સની સાથે જાણકારી આપતા વક્તવ્ય સહિતના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયું છે. વધુંમાં તેમણે કહ્યું કે લોકભોગ્ય અને મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓના આયોજન મારફત યોજનાકીય ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચાડવાનો તેમજ જન જાગૃતતાનો મુખ્ય ઉદ્દેશ્ય બર લવાશે. તા.15 થી 19 નવેમ્બર દરમિયાન શામળાજી ખાતે યોજાનાર લોકસંપર્ક અભિયાનનો મહત્તમ લાભ લેવા અને લોકોને લાભ અપાવવા પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા જાહેર વિનંતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp