પાટણમાં રાઘવ ચઢ્ઢા કહે- ભાજપ સામે હવે આપનો જંગ છે, કોંગ્રેસને મત આપી બગાડતા નહીં

PC: khabarchhe.com

પાટણમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર લાલેશ ઠક્કરના સમર્થનમાં આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાની મંગળવારે સભા યોજાઈ હતી, જેમાં સભા સંબોધતા જણાવ્યું હતું કે. ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર પ્રહાર કર્યા હતા. જેમાં ભાજપના જૂના ડબલ એન્જિન સરકારના બદલે ગુજરાતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે હવે નવા એન્જિનની જરૂર છે. ભાજપને મત આપશો તો તેમના નેતાઓના દીકરા મોટા બનશે સામાન્ય વર્ગ ગરીબ જ રહેશે.

ભાજપ વાળા કહે છે કે કેજરીવાલ રેવડી વેચે છે તો ભાજપના નેતાઓ અને મંત્રીઓને મફતમાં વીજળી પેટ્રોલ અને સુવિધાઓ મળે છે તે રેવડી નથી. લોકોને મળે તો એમાં શું વાંધો છે. તો કોંગ્રેસ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં હારે છે હવે ભાજપ અને આપ વચ્ચે જંગ છે કોંગ્રેસને મત આપી મત બગાડતા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp