26th January selfie contest

વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભવતી મહિલાઓને પુંસવન સંસ્કાર અપાયા

PC: khabarchhe.com

ભાવિ પેઢીને સંસ્કારી બનાવવા સંસ્કૃતિમાં સોળ સંસ્કારોનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. સંસ્કારોના માધ્યમથી ગર્ભથી મૃત્યુ સુધી માનવીય જીવનના 16 તબક્કાઓમાં ષોડષ સંસ્કારો કરવા ઋષિઓ દ્વારા મહત્ત્વ બતાવવામાં આવ્યુ છે, જેમાં પુસવંન સંસ્કાર અતિ મહત્ત્વપૂર્ણ છે. તેના માધ્યમથી ગર્ભમાં અવતરિત થઈ રહેલા બાળકનો શારીરિક, માનસિક પરિપક્વ વિકાસ કેવી રીતે સંભવ છે એ ભાવિ માતા-પિતાને સમજાવામાં આવે છે. આજ ઉદ્દેશ્યને લઈ મોડાસાના માલપુર રોડ ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર પર પ્રાણપતિષ્ઠા બાદ આજે પહેલી વાર ગર્ભધારણ બહેનોના પુંસવન સંસ્કાર ગાયત્રી પરિવારની બહેનો દ્વારા વૈદિક મંત્રો, યજ્ઞીય વાતાવરણ તથા સંસ્કાર સૂત્રો સાથે ઔષધિના રસપાન દ્વારા પંચકૂંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ સમર્પિત કરી કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે ગાયત્રી પરિવારના આવો ગઢે સંસ્કારવાન પેઠી અંતર્ગત માના ગર્ભમાં વિકાસ પામી રહેલા બાળકનો આધ્યામિક વિકાસ કેવી રીતે સંભવ છે એ બાબતે આવનારા 6 મહિના સુધી ગાયત્રી પરિવારની બહેનો દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર, માલપુર રોડ પર પ્રત્યેક ગુરુવારે સવારે નિશુલ્ક પુંસવન સંસ્કાર કરાવવામાં આવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp