આટલા સમય સુધી અંબાજીથી દાંતા તરફ જતો માર્ગ રહેશે બંધ, જાણો કારણ

PC: youtube.com

બનાસકાંઠાના અંબાજી જતા માર્ગ પર આવતા ત્રિશુલીયા ઘાટ પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે. ત્રિશુલીયા ઘાટને અકસ્માત ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જીવલેણ અકસ્માતની ઘટના આ ઘાટ પર બની ચુકી છે. થોડા દિવસો પહેલા આણંદની એક ખાનગી બસ અંબાજીથી પરત ફરી રહી તે સમયે ત્રિશુલીયા ઘાટ નજીક ઢાળ ઉતરતા બસની સ્પીડમાં એકાએક વધારો થઇ ગયો હતો.

બસની બ્રેક ફેઈલ થવાના કારણે બસ ડ્રાઇવરના કાબુમાં આવી નહોતી. બેકાબુ બનેલી બસને અટકાવવા માટે ડ્રાઈવરે બસને નજીકના પથ્થરની સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બસ નજીકના ડીવાઈડરની સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ બસ અકસ્માતની ઘટનામાં 22 લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

અંબાજીના ત્રીશુલીયા ઘાટ પર બસ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતા બનાસકાંઠાના જિલ્લા કલેકટર દ્વારા ત્રીશુલીયા ઘાટના નવીનીકરણ અંગે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દાંતાના ત્રિશુલીયા ઘાટથી અંબાજી તરફ જતો માર્ગ બંધ કરવામાં આવશે. અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે ત્રિશુલીયા ઘાટનું નવીનીકરણનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, એટલે હવે આગામી એક મહિના સુધી આ માર્ગને બંધ કરીને તંત્ર દ્બારા ત્રિશુલીયા ઘાટના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp