ગાંધીનગરમાં સરકારી નોકરી માટે બોગસ નિમણૂક પત્ર આપવાના કૌભાંડનો પર્દાફાશ

PC: Youtube.com

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળના બોગસ નિમણૂક પત્ર આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરની સેક્ટર-7 પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કેટલાક ઇસમો વિધાનસભાની સામે આવેલા બિલ્ડિંગમાં એક ઓફીસ ખોલીને સરકારી નોકરી કરવાની ઇચ્છા ધરાવતા લોકો પાસેથી પૈસા લઈને ગૌણ સેવા પસંદગી મંડળના બોગસ નિમણૂક પત્ર આપતા હતા. પોલીસે તમામ આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા વગર તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આ બાબતે પોલીસનું કહેવું છે કે, આરોપીઓએ આ કૌભાંડ કરીને લોકો પાસેથી લાખોની છેતરપીંડી કરી છે.

સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો ગાંધીનગર નવા સચિવાલય સામે સેક્ટર 11ના હવેલી આર્કેડમાં આવેલી 110 નંબરની દુકાનમાં શિવ ફાઉન્ડેશન નામની ઓફીસમાંથી બોગસ નિમણૂક પત્રનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આ ભાડાની ઓફીસમાં 1 મહિલા અને 3 પુરૂષ સમગ્ર કૌભાંડનું સંચાલન કરતા હતા. જો કે આગામી દિવસોમાં આ બોગસ નિમણૂક પત્ર આપવાના કૌભાંડમાં સચિવાલયના ભૂતકાળના અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે અને લાખોની છેતરપીંડીનું કૌભાંડ કરોડો રૂપિયાના આંકને પાર કરે તેવી શક્યતાઓ રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp