મહેસાણા જિલ્લામાં ડ્રાઈવરને ઝોકું આવી જતા કારની ઝાડ સાથે ટક્કર, 6ના મોત

PC: divyabhaskar.co.in

મહેસાણા નજીક આવેલા ખેરાલુ-સિદ્ધપુર હાઈવે પર એક જીપ કાર ઝાડ સાથે અથડાતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. આ ઘટનામાં 15 લોકોને ગંભીર ઈજા થઈ છે. આ જીપમાં 20થી પણ વધારે મજૂર બેઠા હતા. અકસ્માત થતા જ હાઈવે પર ચીચીયારીઓ ગુંજી હતી. આ તમામ મજૂરો ખેરાલુંના મલેકપુરથી સિદ્ધપુર જઈ રહ્યા હતા. જ્યાં હાઈવે પર કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તેમજ મૃતકોના પોસ્ટમોર્ટમ માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા છે.

આ ખેરાલુ-સિદ્ધપુર હાઈવે પર અકસ્માતની જાણ થતા 108 તથા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યું પામેલા ચાર લોકોની ઉંમર 20થી 27 વર્ષની છે. જ્યારે સાત વર્ષની એક નાની બાળકી પણ એમની સાથે હતી. આ અકસ્માત વહેલી સવારે થયો હતો. જેથી રોડ પર એટલી કોઈ અવરજવર ન હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારમાં બેઠેલા લોકોને બાહર કાઢવાનું શરૂ કરી દીધું હતું. ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર રોડની નીચે ઊતરી ગઈ હતી.

5 died, 12 injured in accident on Kheralu-Siddhpur road

પોલીસે કાર માલિક કોણ છે એની તપાસ શરૂ કરી છે. ત્યારે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. જ્યારે આ વિસ્તારમાંથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તે ખૂબ સ્પીડમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આ રસ્તો પણ ખૂબ સુમસાન હતો. આસપાસના સ્થાનિકો જ્યારે આ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કંપારી છૂટી જાય એવું દ્રષ્ય નજર સામે હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના આગળના બોનેટ પર લોહીના રેલા ઊતરી આવ્યા હતા. આમ, સિદ્ધપુર-ખેરાલું હાઈવે રક્તરંજીત થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp