26th January selfie contest

સોસાયટીનું એકે એક ઘર પર તિરંગો લહેરાવે અને દેશપ્રેમ જાગૃત કરે તે જરૂરી: કલેક્ટર

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા કલેકટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં હર ઘર તિરંગા કાર્યક્રમ તથા 15મી ઓગષ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી સંદર્ભમાં બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, અધિક કલેકટર પાટીદાર તથા પ્રાંત અધિકારી અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને ચર્ચા વિચારણા કરી કાર્યયોજના બનાવી હતી.

આગામી તારીખ 13 થી 15 ઓગસ્ટ 2022 ના રોજહર ઘર તિરંગા કાર્યક્રમ જનભાગીદારી દ્વારા યોજાનાર છે તે સંદર્ભમાં જિલ્લા કલેકટર હિતેષ કોયા દ્વારા ડિપાર્ટમેન્ટના અમલીકરણ અધિકારીઓને સંબંધિત વિભાગના અલગ-અલગ વોટ્સએપ ગ્રુપમાં એસ.એમ.એસ અને ટૂંકી ફિલ્મ દ્વારા પણ મેસેજ મોકલવા અનુરોધ કર્યો છે. જેમ કે ડેરી,સ્કૂલ-કોલેજ, શિક્ષકો, આંગણવાડી, આશાવર્કર ગ્રુપમાં શેર કરી લોકજાગ્રુતિ તથા કાર્યક્રમની અસરકારક બનાવવા અપીલ કરી હતી અને બેનર પોસ્ટર તથા હોર્ડિંગ્સ દ્વારા પણ લોકોને માહિતગાર કરાવાશે. પણ 13 થી 15 દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સોસાયટીનું એકે એક ઘર પર ત્રિરંગો લહેરાવે અને દેશપ્રેમ રાષ્ટ્ર ભાવના જાગૃત કરે તે જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં હર ઘર તિરંગો લહેરાવવા માટે અપીલ કરી છે. તેને આપણે સૌ અમલમાં મુકીએ તેમજ હર ઘર તિરંગા હર ઘર મેસેજ પહોંચવો જોઈએ. સાથે સાથે રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આ વખતની સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા ખાતેની આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

તેમણે વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અદા કરી રાષ્ટ્રીય પર્વની આન બાન શાન સાથે ઉજવવા અપીલ કરી હતી. સાથે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરડેરીના લોકાર્પણ ખાતમુહૂર્ત તથા જનસભાને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ કોઈ મોટી ઇવેન્ટ આવે તો સૌએ સહિયારો સાથ આપીને વહીવટીતંત્રની ટીમ તરીકે સહકાર આપવા આહવાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp