નોટબંધીના ચાર વર્ષ બાદ ગોધરામાંથી 4.78 કરોડની રદ્દ જૂની ચલણી નોટ મળી, 2ની ધરપકડ

PC: dainikbhaskar.com

નોટબંધને ચાર વર્ષ થયા હોવા છતાં પણ સમયાંતરે મોટી સંખ્યામાં રદ્દ થયેલી નોટનો જથ્થો પકડાઈ રહ્યો છે. ATSની ટીમે ગોધરામાં દરોડા પાડીને ચોક્કસ બાતમીના આધારે રૂ.4.78 કરોડની ચલણી નોટ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે. અમદાવાદમાં ગુજરાત ATSની ટીમે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ SOG સાથે મેદા પ્લોટ પાસેથી મોટીં સંખ્યામાં રદ્દ થયેલી ચલણી નોટ ઝડપી છે. ગોધરાના ફારૂક ઈશાક છોટાની ટાયરનું દુકાનની બાજુમાંથી ઈન્ડિકા કારમાં ઈંદરિશ સુલેમાન હયાત તથા પુત્ર જુબેર ઈંદરિશ હયાત તથા ફારૂક ઈશાક છોટા એક મોટો વહીવટ કરવાની ફિરાકમાં હતા.

આ વાતની બાતમી SOG અને બી ડિવિઝન પોલીસને મળી ગઈ હતી. તેથી ટીમે આ જગ્યાએ દરોડા પાડીને 2 વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે એક વ્યક્તિ ફરાર છે. પોલીસે વર્ષ 2016માં બંધ થયેલી જૂની ચલણી નોટના રૂ.1000ના 5 બંડલ સાથે ઈન્ડિકા કારમાંથી ફારૂક ઈશાક છોટને પકડી લીધો છે. પોલીસે તેની પૂછપરછ કરી ધંત્યા પ્લોટની મહંમદી સોસાયટીમાં ઈંદરિશ હયાતના મકાનમાં દરોડા પાડી તપાસ કરી હતી. આ મકાનમાંથી રદ્દ થયેલી જૂની નોટનો મોટો જથ્થ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ઈંદરિશ સુલેમાન હયાત ફરાર થઈ ગયો હતો. જ્યારે એનો પુત્ર જુબેર ઈંદરિશ હયાત ઝડપાયો હતો. સોસાયટીમાં આવેલા મકાનમાંથી અને ઈન્ડિકા કારમાંથી રૂ.1000ના દરની 9312 નોટ તથા રૂ.500ની 76739 નોટ એમ મળીને કુલ 476,81509રૂ.ની નોટ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે ઈંદરિશ હયાત અને ફારૂક ઈશાકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

 

પોલીસે જપ્ત કરેલી આટલી બધી ચલણી નોટને ગણવા માટે તથા હિસાબ કરવા માટે બેન્ક તથા ખાનગી જગ્યાઓએથી નોટ ગણવાના કુલ 9 મશીનની મદદ લેવી પડી હતી. રદ્દ થયેલી આ નોટ જૂની અને ચોંટી ગયેલી હોવાથી પોલીસને ગણતરી કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. ગુજરાત ATSને મળેલી બાતમીને આધારે SOGએ પ્લાન બનાવ્યો હતો. એવું જિલ્લા પોલીસવડા ડૉ.લીના પટેલે જણાવ્યું હતું. આ બંને વ્યક્તિ પાસેથી રદ્દ થયેલી જૂની નોટનો મોટો જથ્થ ઝડપાયો છે. નાસી છૂટેલો ઈંદરિશ સુલેમાન હયાત પશુ હેરફેરીના કેસમાં પણ વોન્ટેડ આરોપી છે. એવું જાણવા મળ્યું હતું. જોકે, પોલીસબેડામાં ચર્ચા એ પણ છે કે, આટલી મોટી સંખ્યામાં નોટ આવી ક્યાંથી? એવો તે ક્યો સોદો આ ત્રણ વ્યક્તિ વચ્ચે થવાનો હતો? આ પહેલા પંચમહાલ જિલ્લા પોલીસે રૂ.3 લાખની જૂની રદ્દ થયેલી નોટ જપ્ત કરી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp