દહેજ GIDCમાં બોરિક એસિડ બનાવતી કંપની પર માનક બ્યૂરોના દરોડા

PC: PIB

ભારતીય માનક બ્યૂરોની સુરત શાખા કચેરીના અધિકારીઓ દ્વારા બ્યૂરોના માન્ય લાયસન્સ વિના બોરિક એસિડ બનાવનાર કંપની મેસર્સ રાસોહમ કેમિકલ્સ, પ્લોટ નંબર ડી-2, સીએચ 374, GIDC, દહેજ, ભરૂચ ઉપર તા. 13.01.2022ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કંપની ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ વિના બોરિક એસિડનું ઉત્પાદન કરતી હતી. દરોડા દરમિયાન બોરિક એસિડનો (7500 કિલોગ્રામ) જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના 17 મે, 2019ના ઓર્ડર નંબર 13028/02/2018-પીપી-1ના મુજબ, 16 મે, 2019થી બોરિક એસિડ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના બોરિક એસિડનું ઉત્પાદન અને વેચાણ કરી શકશે નહીં. આવું કરનારાઓ વિરુદ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વિના આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમથી સામાન્ય જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા પાડતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યૂરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજિયાત પ્રમાણના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014, ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને [email protected] અને [email protected] પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp