પંચમહાલના ખાંડિયામાં આવેલી આ શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા જાય છે

PC: youtube.com

પંચમહાલ જિલ્લાની હાઈવે પર આવેલી સરકારી શાળાઓને અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી માગ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે પંચમહાલ જિલ્લામાં 1405 જેટલી શાળાઓ છે, જેમાંથી 100 કરતા વધારે શાળાઓ હાઈવે પર આવેલી છે. આ કારણે વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાએ પહોંચવું પડે છે. આ બાબતે શાળાના વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારે શાળાએ આવવા અને ઘરે જતા સમયે રોડ ક્રોસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ કારણે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, રસ્તા પર બમ્પ અથવા તો શાળાએ જવા માટે અન્ડર ગ્રાઉન્ડ રસ્તો બનાવી આપે.

શાળાના આચાર્યએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખાંડિયા ગામની સરકારી શાળામાં 182 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમારી શાળા હાઈવે પર હોવાના કારણે અમને વિદ્યાર્થીઓનો લાભ ઓછો મળે છે. બાળકોના વાલીઓ અકસ્માતના ડરના કારણે બાળકોને ભણવા મોકલવાનું પસંદ કરતા નથી. આ શાળા ભણતા બાળકો સાથે કોઈ પણ અકસ્માતની ઘટના ન બને તે માટે અમે શાળાના શિક્ષકો ભેગા થઇને બાળકોને રસ્તો પાર કરાવીએ છીએ પરતું અમારી તંત્રને રજૂઆત છે કે, શાળાની નજીક રસ્તા પર બમ્પ બનાવી દેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, નાના નાના બાળકો માટે હાઈવે ક્રોસ કરવો એ જોખમકારક છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે શાળાઓ નેશનલ હાઈવેની નજીક આવેલી છે, એ તમામ શાળાનો શિક્ષણ વિભાગ દ્વારા એક સરવે કરાવવામાં આવશે અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને લાગતા વળગતા વિભાગને અમે રજૂઆત કરીશું અને શક્ય હશે તો બાળકોના હિતને ધ્યાનમાં લઈને ઓવરબ્રિજ પર બનાવવાની પણ દરખાસ્ત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp