PM મોદીના વડનગરમાં 17 અને 18 નવેમ્બરે જાણો શું થશે

PC: connectgujarat.com

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉન ઐતિહાસિક વડનગરમાં 17 અને 18મી નવેમ્બર તાનારીરી મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ભારતના સુપ્રસિદ્ધ ગાયકો અને કલાકારો તેમનું પરફોર્મન્સ આપશે. આ મહોત્સવમાં ગુજરાતના પ્રખ્યાત સંગીતકાર બૈજુ બાવરાની સંગીત સાધનાનો લોકોને પરિયચ કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે. PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તેઓ અવશ્ય આ કાર્યક્રમમાં હાજરી આપવા પણ જતા હતા. રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ આ કાર્યક્રમનું આયોજન કરતું હોય છે.

તાનારીરી મહોત્સવ વડનગરની બે બહેનો, તાના અને રીરીના સન્માનમાં યોજવામાં આવે છે. એવું કહેવાય છે કે સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનને દિપક રાગ (અગ્નિ દેવને સમર્પિત રાગ) ના વ્યાપક ગાયનના કારણે શરીરમાં દાહ લાગ્યો, ત્યારે તાના અને રીરીએ રાગ મલ્હાર (વરસાદ લાવનાર મેઘ પર સમર્પિત એક રાગ) ગાયો અને તેમના ગાયનને કારણે તાનસેનને શાતા વળી હતી.

તાનારીરી મહોત્સવ કારતક માસની નોમના દિવસે ઉજવવામાં આવે છે (દિવાળી પછીનો પ્રથમ મહિનો). સિદ્ધહસ્ત ગુજરાતી શાસ્ત્રીય ગાયકો સહિતના ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોને આમંત્રિત કરવામાં આવે છે અને તે સંગીત પ્રેમીઓ માટેની એક સુંદર મહેફિલ બની રહે છે. આ મહોત્સવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું જ્યારે 2010 ના તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય ગાયિકા ધારી ‘પંચમદા’ એ સતત 101 કલાક અને 23 મિનિટ સુધી ગાવાનો એક રેકોર્ડ સ્થાપ્યો હતો, જે યોગાનુયોગે ગુજરાતનું સ્વર્ણીમ જયંતી વર્ષ પણ હતું. આ જ મહોત્સવ દરમિયાન એક અન્ય રેકોર્ડ પણ પ્રસ્થાપિત થયેલા જ્યારે તેણે તાનારીરી મહોત્સવમાં 214 રાગો તથા 271 બંદિશો રજૂ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp