ઠાકોર વિકાસ સંઘ આપશે અલ્પેશ ઠાકોરને પડકાર?

PC: facebook.com/alpeshthakorektamanch

જે હેતુથી ઠાકોર સેના ઊભી કરવામાં આવી હતી તે હેતુના બદલે બીજા કામો થવા લાગતાં હવે અલ્પેશ ઠાકોરનો છેડો ફાડીને યુવાનો હવે જુદો મોરચો ખોલી રહ્યાં છે. ઠાકોર સેના દ્વારા દારુ મુક્તિ અને સમાજિક બદી સામે લડત ચાલુ કરી હતી. ત્યાર બાદ પાટીદારોએ અનામતની માંગણી કરતાં તેમણે પાટિદારોનો વિરોધ કરીને તેની સામે આંદોલન શરૂ કર્યું હતું. ત્યાં સુધી તેમને કોઈ ઓળખતું ન હતું. જેવું પાટીદારોના અનામતનો તેમણે વિરોધ શરૂ કર્યો તેની સાથે સમાચાર પત્રો, છાપા, ટીવીમાં તેમને ચગાવવાનું શરૂ કર્યું હતું. જેમની પાછળ ભરતસિંહ સોલંકી હતાં એ વાતની ખબર ચૂંટણી સુધી કોઈને પડવા દેવામાં આવી ન હતી. પણ અહેમદ પટેના હનુમાન તેમને દિલ્હી વારંવાર લઈ જઈને ફરીથી કોંગ્રેસમાં અલ્પેશને લઈ જવામાં આવ્યો અને તેમના માણસોને સાત ટિકિટ ભરતસિંહ સોલંકીએ અપાવી હતી.

આ સમીકરણ બાદ ઠાકોર યુવાનો કોંગ્રેસ તરફ જવાના બદલે ભાજપ તરફે ગયા અને ઉત્તર ગુજરાતમાં ભાજપને મત આપ્યો હતો. ચૂંટણી સમયે હજારો ઠાકોર યુવાનો ક્ષત્રિય સેના છોડી ગયા હતા હવે. હવે ઠાકોરની ઠાકોર સેનામાં ભંગાણ થયું છે. 

એવું મનાય છે કે અલ્પેશ ઠાકોરથી નારાજ એવા સેંકડો યુવાનોએ ઠાકોર વિકાસ સંઘ ઊભો કરીને તેમાં જોડાઈ રહ્યાં છે. હવે ઠાકોર વિકાસ સંઘને આગળ કરવામાં આવશે. આમ હવે અલ્પેશ ઠાકોર એકલા પડી ગયા છે. જે રીતે શંકરસિંહ વાઘેલાએ પોતાનું ઠાકોર સેનાનું સંગઠન બંધ કરી દેવાની કોંગ્રેસે ફરજ પાડી હતી જેમ હવે અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસ ફરજ પાડે એવી રાજકીય ગતિવિધિ શરૂ થઈ છે.  ઠાકોર સેનાનું અસ્તિત્વ જોખમમાં છે. જે રીતે શંકરસિંહ વાઘેલાએ પોતાનનું સંગઠન અલ્પેશ ઠાકોરને આપી દીધું હતું તેમ હવે અલ્પેશ ઠાકોરે પણ પોતાનું સંગઠન બીજા કોઈને આપી દેવું પડે એવું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp