ગુજરાત વિધાનસભામાં પશુ નિયંત્રણ બિલ પાછું ખેંચાયું

PC: twitter.com

ગુજરાત વિધાનસભામાં આજે અને કાલે બે દિવસના ટૂંકા સત્રનો પ્રારંભ થયો હતો. આ 14મી વિધાસભાનું છેલ્લું સત્ર છે. આજે વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવ્યો હતો. આજે ગુજરાતનું બહુચર્ચિત પશુ નિયંત્રણ વિધેયક પાછું ખેંચાવામાં આવ્યું હતું. આ નિર્ણય સર્વ સમિતિમાં લેવાયો હતો.

ગુજરાતના વિધાનસભાના સત્રમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેકારી, કર્મચારીઓના પ્રશ્નો સહીત વિવિધ મુદ્દાઓ પર આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની બહાર પગથિયાં પર બેસીને ધારણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વાર ઉગ્ર રીતે સુત્રોચાર કરવામાં આવ્યો હતો.

આજે સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભાની વેલામા જઈને વિરોધ કર્યો હતો તેને લીધે 11 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા અને સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઉંચકીને ગૃહ બહાર લઇ જવાયા હતા. આજે ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પ્રજા હવે કોંગ્રેસની સાથે નથી પણ ભાજપ સાથે છે. કોંગ્રેસ ખોટા દેખાડા કરીને વિધાનસભાની ગરિમાનો ભંગ કરે છે. આજે સવારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા 'આજે દિવાળી કાલે દિવાળી, ભાજપની આ છેલ્લી દિવાળી' જેવા સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.

સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સર્વાનુમતે કામકાજ સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ ડરી ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તા વેર-વિખેર થઈ ગયા છે. આ મામલે સરકારે ખુલ્લા મને ચર્ચા કરી છે અને મહાનગર પાલિકામાં પણ કોઈ તકલીફ ન પડે એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે. તમામ રીતે ઢોર નિયંત્રણ કાયદો સર્વાનુમતે પાછો ખેંચવામાં આવ્યો છે. આ નિર્ણય લઈને સરકારે રાજ્યોનું હિત જાળવ્યું છે. રાજ્ય સરકાર જેટલા પ્રશ્નો ઉકેલાય એટલી તૈયારી દાખવે છે. અનેક રાજ્યોની અલગ-અલગ પરિસ્થિતિ હોય છે. ચર્ચાથી દરેક પ્રશ્નોનો ઉકેલ આવતો હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp