જાનૈયાઓ પોતાની રીતે નાચતા રહ્યા અને ઘોડો વરરાજાને લઇને ભાગી ગયો, જુઓ વીડિયો

PC: news18.com

કોઈ પણ યુવક જ્યારે લગ્ન કરવા માટે જાય છે ત્યારે ઢોલ નગર અથવા તો DJના તાલે તેનો વરઘોડો કાઢવામાં આવે છે. વરઘોડામાં વરરાજાને બગીમાં અથવા તો ઘોડા પર બેસાડવામાં આવે છે. તો કેટલીક વાર વરઘોડામાં ઘોડો ભડકી જતા વરરાજાને ઘોડાએ જમીન પર પછાડ્યો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો પાટણમાં સામે આવ્યો હતો. પાટણમાં એક ઘોડો વરરાજાને સાથે લઇને ભાગ્યો હતો. આ દૃશ્યો જોઈને જાનમાં આવેલા લોકો અને ગામના લોકો હસી પડ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકો પણ આ વીડિયોને ખૂબ વાયરલ કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોની વાત કરવામાં આવે તો આ વીડિયો પાટણ જિલ્લામાં આવેલા હારીજ તાલુકાના રોડા ગામનો હોવાનું કહેવામાં આવ્યું હતું. રોડા ગામમાં એક યુવકની જાન આવી હતી. યુવક જ્યારે કન્યાને પરણવા માટે જતો હતો ત્યારે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં ઢોલ અને DJ બંને રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઢોલના તાલે વરરાજો જે ઘોડા પર બેઠો હતો તે ઘોડાને નચાવવા માટેના કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા હતા.

જોત જોતામાં એક વ્યક્તિ ખાટલો લઇને આવ્યો અને ઘોડાને ખાટલા પર ચઢાવવામાં આવ્યો અને ઘોડાને ઢોલના તાલે નચાવવામાં આવી રહ્યો છે. ત્યારે એક વ્યક્તિએ ખાટ્લા પર સુઈને ધોડાનો પગ પોતાના પેટ પર રાખ્યો હતો. એક કરતા વધારે લોકો ઘોડાને હેરાન કરવા લાગતા ઘોડો એકાચક ખાટલા પરથી નીચે ઉતરીને વરરાજાને લઇને દોડવા લાગ્યો હતો.

ઘોડો વરરાજાને લઇને ભાગી જતા કેટલાક લોકો ઘોડાને પકડવા માટે તેની પાછળ દોડ્યા હતા. જે સમયે આ ઘટના બની તે સમયે DJમાં 'વીરા વિરલ તારી ઉંમર છે થોડી, નાની ઉંમરમાં ચઢવું છે ઘોડી' ગીત વાગી રહ્યું હતું અને જાનૈયાઓ પોતાની રીતે DJના તાલે ઝૂમી રહ્યા હતા. પણ ઘોડો વરરાજાને લઇને ભાગી જતા થોડી જ વારમાં સન્નાટો છવાઈ ગયો હતો. એવી પણ માહિતી મળી રહી છે કે, ઘોડો આશરે એક કિલોમીટર દૂર ચાલ્યો ગયો હતો અને વરરાજાએ ઘોડા પરથી સંતુલન ગુમાવ્યું હોવાના કારણે તે જમીન પર પટકાયો હતો. આ ઘટનામાં વરરાજાને સામાન્ય ઈજા થઇ હોવાનું પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp