પંચમહાલમાં ભત્રીજાએ કુહાડીના ઘા ઝીંકી કાકા-કાકીની હત્યા કરી

PC: DainikBhaskar.com

રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અવાર નવાર મારામારી, ચોરી અને હત્યા જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કેટલાક કિસ્સામાં તો પરિવારના સભ્ય દ્વારા જ પરિવારના સભ્યની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવે છે. ત્યારે ક્યારે આવો જ એક કિસ્સો પંચમહાલના શહેરા તાલુકામાં આવેલા સંભાલી ગામમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે કાકાના ઠપકાનું માથું લગાવીને કાકા અને કાકીની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં ગામ લોકોએ પોલીસને માહિતી આપી હતી. આ ઉપરાત કાકા અને કાકીની હત્યા કરનાર ભત્રીજાને ગામના લોકોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. હત્યારો પોલીસના હાથે લાગ્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર પંચમહાલના શહેરમાં આવેલા સંભાળી ગામમાં અર્જુન નાયક તેની પત્ની સાથે રહેતો હતો. અર્જુન નાયકની સાથે તેનો ભત્રીજો જયંતિ નાયક પણ રહેતો હતો. જયંતિ નાયકે રાત્રીના સમયે કાકા અને કાકીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. નાની એવી વાતને લઈને ભત્રીજાએ રાત્રીના સમયે કાકા અને કાકીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

અર્જુન નાયકે તેના ભત્રીજાને લાકડા કાપવા બાબતે ઠપકો આપ્યો હતો. અર્જુને ભત્રીજાને કહ્યું હતું કે લાકડા કાપવા નથી અને ખાવું છે. કાકાની આ વાતનું જયંતિને માઠું લાગી આવ્યુ હતું અને તેને કાકાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે અર્જુન નાયક અને તેની પત્ની રાત્રીના સમયે સુતા હતા ત્યારે કુહાડીના ઘા ઝીંકીને બંનેની હત્યા કરી નાખી હતી.

ઘટનાની જાણ સવારના સમયે ગામના લોકોને થતા ગામના લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. ગામ લોકોએ સમગ્ર મામલે પોલીસને માહિતી આપી હતી. તેથી પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ બાદ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. સ્થાનિક લોકોએ આરોપીને પકડી પાડયો હતો અને બેભાન અવસ્થામાં પોલીસને સોંપ્યો હતો. તેથી પોલીસ દ્વારા આરોપીને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હત્યા પાછળ ઠપકાનું કારણ જવાબદાર છે કે પછી બીજું કોઈ કારણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં હત્યારાની પૂછપરછ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp