જેને હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી ફેરવી બીજા દિવસે તેની કાર સળગી ગઈ

PC: khabarchhe.com

હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાના સમાચાર જ્યારથી સામે આવ્યા હતા એ પહેલા જ હાર્દિકનો વિરોધ પટેલ સમાજના કેટલા આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે બે દિવસ પહેલા જ હાર્દિક પટેલના BJPએ ઠેર ઠેર વેલકમના પોસ્ટર લગાવ્યા હતા આ પોસ્ટર પર કાળી શાહી મહેસાણામાં જિલ્લામાં લગાવવામાં આવી હતી.

જેનો વીડિયો પણ સામે આવ્યો હતો ત્યારે આ કાળી શાહી પોસ્ટર પર જેને લગાવી હતી તેવા ધનજી પાટીદારની કાર સળગી ગઈ છે. ઉંઝા બસસ્ટેન્ડ પાસે મુકવામાં આવેલી કાર રાતોરાત સળગી ગઈ હતી.

ઉનાવાના ધનજી પાટીદારે હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી તેના બીજા દિવસે જ આ ઘટના બની છે જેથી સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા છે કે, આ કાર કોણે સળગાવી છે. આ ઘટનાની તપાસ થાય અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો તેની જાણ થઈ શકે છે. રાત્રિના સમયે આ કાર સળગતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. શું કોઈએ રાત્રિના અંધારાનો લાભ લીધો છે.

હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી કરવાનો વીડીયો વાયરલ થયો હતો હાર્દિકના ભાજપમાં જોડાવવાને લઈને અંદરો અંદર પાટીદાર આગેવાનો પણ નારાજગી જોવા મળી મળી રહી છે ત્યારે હાર્દિકને કેટલાક પાટીદાર આગેવાનોએ શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp