બનાસકાંઠામાં ચોર 108 એમ્બ્યુલન્સની ચોરી કરી થયા ફરાર

PC: indianexpress.com

ગુજરાતમાં ચોરોને પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ચોર ખાનગી વાહનોની ચોરી કરીને ફરાર થઈ જતા હતા પરંતુ હવે આ ચોર સરકારી ગાડીઓ અને એમ્બ્યુલન્સને પણ નથી મૂકતા. 3 દિવસ પહેલા બનાસકાંઠા નજીક એક બૂટલેગર પોલીસની આંખમાં સ્પ્રે છાંટીને પોલીસને ખાનગી કાર લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે ગઈકાલે રાત્રે બનાસકાંઠાના વડગામના છાપીમાંથી કેટલાક ચોર 108 એમ્બ્યુલન્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે અને ગણતરીના સમયમાં હોસ્પિટલ પહોંચી શકે તે માટે 108ની સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે તો ચોર 108ને જ નિશાન બનાવી તેની ચોરી કરી રહ્યા છે. વડગામ જિલ્લાના છાપી નજીક ઉભેલી 108ને રાત્રિના સમય દરમિયાન કેટલાક ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 108 કયા સ્થળ પર છે તે જાણવા માટે સરકાર દ્વારા દરેક 108 એમ્બ્યુલન્સમાં GPS સિસ્ટમ લગાડવામાં આવી છે, પરંતુ આ ચોર એટલા હાઇટેક હતા કે તેમણે 108ની ચોરી કરતાની સાથે એમ્બ્યુલન્સમાં લાગેલી GPS સિસ્ટમ બંધ કરી દીધી હતી. આ ઘટનાની જાણ સવારે 108ની ટીમને થતા તેમને સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે 108ના કર્મચારીઓની ફરિયાદના આધારે 108ની ચોરી કરનાર ચોરને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp