અમદાવાદની આ 33 સરકારી-બિનસરકારી સંસ્થાઓ પાસે કરોડોના વેરો વસુલાયો નથી

PC: google.com/maps

સામાન્ય નાગરીક કરની રકમ ન ભરે તો નળ અને ગટરના જાડાણો કાપી લેવાય છે. 18 ટકા વ્યાજની વસુલાત કરાય છે. વેરા વસૂલી માટે ટીસીએસ(ટાટા કન્સલ્ટન્સી સર્વિસ)ને કામ આપવામાં આવેલું છે. પણ અમદાવાદ મહાનગરપાલિકા - અમપાનું વેરા ખાતુ નામદાર લોકોના બાકી વેરાની વસુલાત કરતું નથી. બંધ મિલો,પશ્ચિમ રેલવે,રાજય અને કેન્દ્ર સરકારની મિલ્કતોનો લાખો રૂપિયાની બાકી રકમનો વેરો વસુલવાનો બાકી છે. રૂ.22 લાખનો મિલકત વેરો બાકી હોય એવી મિલકતની હરાજી કરવાનું એપ્રિલ 2019માં નક્કી કરાયું હતું. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાની આ કાર્યવાહી દરમિયાન BSNLની ગુલબાઈ ટેકરા, સીજી રોડ અને નારણપુરા ખાતે આવેલી ત્રણ કચેરી સીલ કરવામાં આવી હતી.

22 લાખ મિલકત વેરો બાકી હોય તે 2016માં મિલકત વેરા વસુલવા 556 મિલકતોને સીલ કરી દેવાઈ હતી. નવા પશ્ચિમ ઝોન 154, પશ્ચિમ ઝોનમાં 141, પૂર્વ ઝોનમાં 38, મધ્‍યઝોનમાં 92, ઉત્તર ઝોનમાં 85, બોડકદેવમાં 32, જોધપુરમાં 47, સોલામાં 25 મિલકતો સીલ કરાઈ હતી.

કોનો કેટલો વેરો બાકી

નામ રકમ રકમ 

૧.કેલીકો પ્રિન્ટીંગ  19.59 કરોડ 

૨.ન્યુ ગુજરાત સિન્થેટીક 9.02 કરોડ 

૩.ડીવી.રેલવે(પશ્ચિમ) 8.87 કરોડ

૪.પ્રસાદ મીલ  6.89 કરોડ

૫.ગુજરાત ટેકસટાઈલ 3.33 કરોડ

૬.ગુજરાત જીનીંગ 2.90 કરોડ

૭.કોમર્શિયલ મીલ 2.38 કરોડ

૮.સિવિલ  હોસ્પિટલ 2.28 કરોડ

૯.ગુજરાત જીનીંગ 1.75 કરોડ

૧૦.બીબીસી માર્કેટ 1.38 કરોડ

૧૧.ગુજરાત જીનીંગ 1.24 કરોડ

૧૨.ડી.રેલવે(પાર્કીંગ) 1.17 કરોડ

૧૩.ગુજરાત જીનીંગ 1.13 કરોડ

૧૪.રજીસ્ટાર(સ્ટેટ)  1 કરોડ

૧૫.અરૂણ પ્રતાપ(પાર્કીંગ) 99 લાખ

૧૬.ગુજરાત જીનીંગ 91 લાખ

૧૭.એનટીસી 88 લાખ

૧૮.પી.એન્ડ ટી. 82 લાખ 

૧૯.કે.બી.કોમર્શિયલ 77 લાખ

૨૦.ધનલક્ષ્મી માર્કેટ 76 લાખ 

૨૧.ભવરલાલ કાલુજી 76 લાખ

૨૨.નટવરલાલ(દાણાપીઠ) 76 લાખ

૨૩.ગુજરાત જીનીંગ 70 લાખ

૨૪.હોટલ કેપ્રી(રીલીફરોડ) 67 લાખ

૨૫.જયુબીલી મીલ 64 લાખ

૨૬.પાર્વતી હોસ્પિટલ 64 લાખ

૨૭.એસઆરપી ટ્રેનીંગ 54 લાખ

૨૮.હર્ષવદન મંગળદાસ 53 લાખ

૨૯.ગુજરાત જીનીંગ 53 લાખ

૩૦.મેન્ટલ હોસ્પિટલ 53 લાખ

૩૧.સેક્રે.જીએસઆરટીસી 52 લાખ

૩૨.રવિ ચેમ્બર 51 લાખ

૩૩.ભોગીલાલ(હોસ્પિટલ) 50 લાખ

વેરાની આવક

2018-19માં મિલકત વેરા પેટે રૂ.951 કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષ 2019-20ના સાડા છ મહિનામાં જ મિલકત વેરાની આવક રૂ.703 કરોડ થઈ છે. ગત વર્ષની તુલનાએ કુલ આવકના લગભગ 75 ટકા આવક તંત્રને થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે રૂ.1050 કરોડની આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીનું કામ ચાલી રહ્યું હોવાથી હજી વેરા બીલ અપાયા નથી. રીબેટ અને ખાલીબંધ યોજના બંધ કરી હોવા છતાં મિલકત વેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વરસે દિવાળી પહેલાં જ સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેનો વ્યાપક વિરોધ થયો હતો. પૂર્વ મેયર ગૌતમ શાહ દ્વારા વર્ષ 2011-12થી વર્ષ 2015-16નો મિલકત વેરો ભરવાનો બાકી હતો.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp