વીસનગરની આ કોલેજને મળી શકે છે મેડીકલ કોલેજની મંજૂરી

PC: Medium.com

મહેસાણાના વિસનગરને અગામી દિવસોમાં મળી શકે છે ખુશીના સમાચાર કારણકે વિસનગરની SP યુનિવર્સિટી દ્વારા 150 સીટની મેડીકલ કોલેજ આપવા બાબતે ઇન્પેક્શનની અરજી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. જેના કારણે ટૂંક સમયમાં મેડિકલ કોલેજનું ઇન્પેક્શન MCI દ્વારા કરવામાં આવશે. મહત્ત્વનું છે કે ગુજરાત સરકારની હેલ્થ પોલિસી અંતર્ગત ઉત્તર ગુજરાતમાં એક માત્ર નુતન મેડીકલ ટ્રસ્ટને સ્વનિર્ભર મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવી છે. જો કે ગતવર્ષે ઇન્પેક્શન માટેની અરજી નિયત સમય મર્યાદામાં ન થઈ શકતા MCIની પરવાનગી મળી ન હતી. જેના કારણે આ વર્ષે વીસનગરમાં મેડિકલ કોલેજને અનુરૂપ તમામ પ્રવૃત્તિ પૂર્ણ થતા વીસનગરને મેડીકલ કોલેજ મળવાની શક્યતાઓ પ્રબળ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp