26th January selfie contest

આ ચૂંટણી તો આગામી 25 વર્ષ આપણા ગુજરાતના કેવા હશે તે નક્કી કરશેઃ PM મોદી

PC: khabarchhe.com

ગુજરાત રાજયમાં લોકશાહીનું પર્વ ડિસેમ્બરની પહેલી અને પાંચમી તારીખે ઉજવાશે ત્યારે ગુજરાતની જનતા ફરી એક વાર ભાજપ તરફ મતદાન કરે તે માટે નરેન્દ્ર મોદીએ પાલનપુર ખાતે સભા સંબોધી હતી. આ જાહેર સભામાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેરસભામાં કેન્દ્રીયમંત્રી પુરષોત્તમ રૂપાલાએ પ્રાંસગીક સંબોધન કર્યુ હતું.

નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાની જનતાને સંબોધતા જણાવ્યું કે, 2017ની ચૂંટણી તમને બધાને યાદ છે કે નહીં, કશું યાદ ન હોય જવા દોને. તમને એ યાદ હશે કે કેટલા કમળ નહોતા ખીલવ્યા પણ મને બીજુ યાદ છે. ગત ચૂંટણીના છેલ્લા દિવસો હતા પાલનપુર આવવાનું થયું ત્યારે અવાજ બેસી જવાના કારણે એક લાઇન બોલી નહોતો શક્યો અને તમે બધા વિશાળ સંખ્યામાં આવ્યા હતા. તેમ છતા આપ સૌએ પ્રેમ અને આશિર્વાદ આપવામાં કચાસ બાકી નહોતી રાખી આ વાત હું ન ભુલી શકું.

તેમણે કહ્યું કે, આ અવસર ચૂંટણીનો છે પરંતુ હું આપની પાસે આશિર્વાદ લેવા આવ્યો છે કેમ કે વોટ તો તમે આપવાના જ છો. બનાસકાંઠાના લોકોએ જીલ્લાની તમામ બેઠકો પર કમળ ખીલાવવાનું મન બનાવી લીધું છે. બનાસકાંઠાના લોકોએ હવે મન બનાવી લીધું છે કે આપણે જીલ્લાના રમકડા રમીને રાજ્યોના લાભો ગુમાવી દઇએ છીએ એટલે આ વખતે ભુલ નથી કરવી તે નક્કી કર્યુ છે. મારી પાસે ખબર આવી છે પણ 8મીએ ખબર પડશે.

આ ચૂંટણી તો આગામી 25 વર્ષ આપણા ગુજરાતના કેવા હશે તે નક્કી કરશે. આપણું ગુજરાત વિકસીત બને અને દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે કયાય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp