પુત્રનું ધારાસભ્ય પદ બચાવવા કોંગ્રેસના નેતાએ તાલુકા પ્રમુખ પદેથી આપ્યુ રાજીનામુ

PC: wikimedia.org

કોંગ્રેસમાં ફરીથી રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે રહીને કામ કરનારા કોંગ્રેસના નેતાએ રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસમાં રહીને પક્ષની સેવા કરનારા મોરવા હડફના કોંગ્રેસ તાલુકા પ્રમુખ વી. કે. ખાંટે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. વી. કે. ખાંટે પોતાનું રાજીનામું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલી આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં તબિયત નાદુસ્ત રહેતી હોવાના કારણે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે સેવા ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું છે.

આ બાબતે કોંગ્રેસના પ્રમુખ અજીત ભટ્ટીએ જણાવ્યું હતું કે, મોરવા હડફ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. ખાંટનું રાજીનામું પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લાકક્ષાએ આપ્યું છે. તેમણે તબિયત સારી ન રહેતી હોવાનું કારણ પોતાના રાજીનામામાં જણાવ્યું છે.

વી. કે. ખાંટના રાજીનામાંને લઇને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનો કાર્યકાળ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે વી. કે. ખાંટે રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત સાથે-સાથે વી. કે. ખાંટની સામે મોરવા હડફના સ્થાનિક કાર્યકરોમાં છુપા અસંતોષની પણ ચર્ચા થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, વી. કે. ખાંટના પુત્ર ભુપેન્દ્ર ખાંટે અપક્ષમાંથી મોરવા હડફ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને તે ધારસભ્ય પણ બન્યો હતો, પરંતુ જાતિના પ્રમાણ પત્રને લઇને તેનું ધારાસભ્ય પદ ખતરામાં આવ્યું છે એટલે પુત્રનું ધારાસભ્ય પદ બચવવા માટે વી. કે. ખાંટ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp