ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટે અમેરિકન ગુજરાતી ટોપ 50માં

PC: indianeagle.com

2018ના વર્ષ માટે ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટે પસંદગીની કવાયત ચાલુ થઇ છે. આ 10 લાખ ડોલરના પ્રાઇઝ માટે વિશ્વભરના શ્રેષ્ઠ શિક્ષકોમાંથી પસંદગી કરવા માટે ટોપ 50 શ્રેષ્ઠ શિક્ષકોની યાદી બની છે, જેમાં ટેક્સાસના ગુજરાતી આકાશ પટેલનો સમાવેશ થાય છે.

વિશ્વના તમામ બાળકોન વિશ્વસ્‍તરીય તથા ઉચ્‍ચ શિક્ષણ મળે તે માટે શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉપક્રમે દર વર્ષે વિશ્વભરમાંથી શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરીને તેમને સન્માનિત કરાય છે. દુબઇ સ્‍થિત શિક્ષણવિદ તથા શૈક્ષણિક વ્‍યવસાય સાથે જોડાયેલા ભારતીય મૂળના શ્રી સન્‍ની વાર્કે સ્‍થાપિત નોનપ્રોફિટ ‘‘વાર્કે ફાઉન્‍ડેશન'' દ્વારા દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી શ્રેષ્‍ઠ શિક્ષણ માટેનો શિક્ષક એવોર્ડ આપવામાં આવે છે. જે ૧ મિલીયન ડોલરનો હોય છે.

આગામી 2018ના ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટે સમગ્ર વિશ્વમાંથી 50 શિક્ષકોની પસંદગી કરાઇ છે. આ 50 શિક્ષકોમાંથી આ પ્રાઇઝ માટે આખરી પસંદગી થશે. આ 50 ફાઇનલીસ્ટની યાદીમાં અમેરિકાના ડલાસ ટેક્સાસ સ્થિત અમેરિકન ગુજરાતી આકાશ પટેલનો સમાવેશ થયો છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp