અમેરિકન ડોકટર કપલને ગુજરાતમાં મેડીકલ કોલેજ સ્થાપવાની ઈચ્છા

PC: tampabay.com

અમેરિકામાં કેટલાય ગુજરાતીઓ સ્થાયી થયેલા છે, તેમાંના મોટા ભાગના ગુજરાતીઓ બે પાંદડે થયાછે. એમાંના કેટલાક એનઆરજી પોતાના ગુજરાતના વતનમાં વિકાસના કામોમાં સહભાગી થાય છે. જ્યારે કેટલાય બિનનિવાસી ગુજરાતીઓ વતનપ્રેમની સાથે સાથે પોતાની કર્મભૂમિમાં પણ સખાવાત કરે છે. આવું જ એક એનઆરજી દંપતિ છે.

ફ્લોરિડા ખાતે સ્થાયી થયેલા ઝામ્બિયામાં ગુજરાતી દંપતિને ત્યાં જન્મેલા ડૉ. કિરણ પટેલ અને તેમના તબીબી પત્ની મૂળ અમદાવાદના ડૉ. પલ્લવી પટેલે હાલમાં જ મિઆમી નજીક તામ્પા ખાતે એક નવું કેમ્પસ ખોલવા માટે નોવા સોધર્ન યુનિવર્સિટીએ લીલી ઝંડી દેખાડી છે. આ મેડિકલ કોલેજ માટે આ દંપતિએ 2000 લાખ ડોલરનું દાન કરીને એ પ્રોજેક્ટને આગળ વધારી રહ્યું છે. આ દંપતિ આટલેથી અટક્યું નથી. ડૉ. કિરણ પટેલ એન્ડ ડૉ. પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપવા માટે થનગની રહ્યા છે. ગ્રામીણ ભારતને ધ્યાનમાં લઇને હોસ્પિટલની સાથે સાથે તબીબી શિક્ષણની સુવિધા તેમાં હશે.

ડૉ. કિરણ પટેલ કહે છે કે તેમનું સપનું એવું છે કે અમેરિકન ડૉક્ટરો તેમની ગુજરાત ખાતેની હોસ્પિટલમાં કામ કરે અને અમેરિકા ખાતેની તેમની હોસ્પિટલમાં ભારતીય તબીબોને તાલિમ મળે. આ એક્સચેન્જ પ્રોગ્રામને કારણે હજારો દર્દીઓ, વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp