સ્તનપાનને આનંદીત બનાવી દે છે આ પ્રોડક્ટ

PC: nurselet.com

અમેરીકામાં રહેતા ગુજરાતી એટલે સ્ટોર કે મોટેલના માલિક, પણ એવું નથી. અમેરીકામાં રહીને ગુજરાતીઓ પોતાનું ખૂબ જ મોટું યોગદાન આપી રહ્યા છે. પરદેશમાં ગુજરાતી માત્ર મોટેલોમાં ફિક્સ નથી થઇ ગયા પરંતુ પોતાની કલાત્મક વૃતિથી ઘણું ક્રિએટીવ પણ બનાવે છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે રૂપલ આસોદરીયા કે જે નેસ્ટલેટના માલિક છે. શું છે આ નેસ્લેટ આવો જાણીએ?

મા બનવાનું ઉત્તમ સુખ એક સ્ત્રીને જ્યારે મળે છે ત્યારે તે ખૂબ ઉત્સાહી હોય છે ત્યારે એક માને સ્તનપાન કરાવવાનો સંતોષ અલગ જ હોય છે. સ્તનપાન બાળક અને માતાને જોડી રાખે છે.તેથી દુનિયાભરના દેશો હાલ મહિલાઓ બાળકોને વધુમાં વધુ સ્તનપાન કરાવે તેના પર ઘણા કામો કરી રહી છે. ત્યારે વિદેશમાં રહેતી એક ગુજરાતી મહિલા રૂપલ આસોદરીયાએ એક અનોખી પ્રોડક્ટ બનાવી છે. સ્ત્રી જ્યારે સ્તનપાન કરાવતી હોય છે ત્યારે તેના પોષાકને લઇને શારીરિક શ્રમ થતો હોય છે અને આફટર પ્રેગ્નેસી એ શ્રમ થોડો વધુ લાગતો હોય છે ત્યારે સ્તનપાન થોડો કંટાળો પેદા કરે છે. પરંતુ પહેરવેશના કરણે જો કોઇ સ્તનપાન ન છોડે તેના માટે રૂપલે એક બ્રેસ્લેટ બનાવ્યુ છે જેનું નામ છે નર્સલેટ. આ અંગે રૂપલ કહે છે, મારા બે દિકરાઓ છે, મારા બંને દિકરાને મેં બે વર્ષ સ્તનપાન કરાવ્યુ છે અમેરીકામાં લોકો ખુલ્લામાં પણ સ્તનપાન કરાવવામાં નાનપ નથી અનુભવતા જે ખૂબ સારુ છે પરંતુ હું જ્યારે સ્તનપાન કરાવતી ત્યારે મારે મારો શર્ટ કે ટીશર્ટ જ્યારે પકડવું પડતુ ત્યારે કમરનો ભાગ દુખવા લાગતો. ત્યારે મને વિચાર આવ્યો કે એક એવો બેન્ડ બનાવું કે સ્તનપાન દરમ્યાન મારો શર્ટ હોલ્ડ થઇ જાય. તેથી મેં અહીં જ અમેરિકામાં સિવણ ક્લાસ શરૂ કર્યા અને બેન્ડ બનાવ્યો અને એને નામ આપ્યો નર્સલેટ. નર્સલેટ એટલે નર્સિંગ માટે ઉપયોગી બ્રેસ્લેટ.

અમેરીકામાં જઇને એન્જિનીયરીંગની ડિગ્રી લીધા બાદ રૂપલે જોબ છોડી દીધી હતી. પરંતુ હંમેશાં કંઇક નવું કરવાની તેમની જીજ્ઞાશાવૃતિએ તેના નાના દિકરાની સાથે આ પ્રોડક્ટને જન્મ આપ્યો. આ અંગે રૂપલ જણાવે છે કે, મને જે સમસ્યા ફિડીંગ કરાવતી વખતે નડતી હતી તે જ સમસ્યા બધી જ સ્ત્રીઓને નડતી હોય તેને ધ્યાનમાં લઇને શરૂઆતમાં થોડાંક જ બેસ્ટલેટ બનાવ્યા. પછી મેં એ પ્રોડક્ટને પેટન્ટ કરાવી અને આજે મારી આ પ્રોડક્ટ ઓવરસીસમાં પણ તેટલી જ વેંચાય છે. નર્સલેટ, વોલમાર્ટ, એમેઝોન અને બીજી ઘણી બધી જગ્યાએ ઉપલ્બધ છે. આ રીતે બેલ્ટ બનાવવું તેની પાછળ મારી મદદની ભાવના હતી પરંતુ નર્સલેટ મને ઘણું બધુ આપી રહી છે. હવે મને એટલી ઉત્સુક્તા છે કે હું બેબીને લગતી બીજી પ્રોડક્ટ પર રિસર્ચ કરું છું અને ટુંક સમયમાં તેને લોન્ચ કરીશ. માતા અને બાળકો માટેની આ પ્રોક્ડટ માટે મેં આ www.nurselet.com વેબસાઇટ પણ બનાવી છે.

વિદેશની ધરતી પર પતિ અને બે દિકરાઓની સાથે રૂપલ આસોદરીયા સ્તનપાનની જાગૃતિનું અનોખું કાર્ય કરી રહી છે આ નર્સલેટ માતા માટે અમુલ્ય છે. રૂપલની આ સારી ભાવનાને હોલિવુડ સુપર સ્ટાર અલીસા મિલાનોએ પણ બિરદાવી છે.

ત્યારે આશા રાખીયે કે આ પ્રકારના ઇનોવેશનથી આજકાલની યુવા માતાઓમાં સ્તનપાનની જાગૃતિ આવે.

મિરાની પટેલ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp